વર્ષના અંતિમ ચંદ્રગ્રહણની આ રાશિના લોકો પર થશે નકારાત્મક અસર

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ 19 નવેમ્બરે યોજાશે. આ ગ્રહણ ઉપછાયા ગ્રહણ કહેવાશે અને તેને પેનુમબ્રલ પણ કહેવામાં આવે છે. જ્યોતિષના આધારે આ વર્ષે પણ ગ્રહણને અશુભ માનવામાં આવે છે. ગ્રહણ સમયે જીવ જંતુ અને મનુષ્યો પર તેનો નકારાત્મક પ્રભાવ પડે છે. કહેવાય છે કે ગ્રહણમાં કોઈ માંગલિક કામ થઈ શકતા નથી.

ક્યાં જોવા મળશે આ ચંદ્રગ્રહણ?

આ આંશિક ચંદ્રગ્રહણ હશે જે ભારત, અમેરિકા, ઉત્તરી યૂરોપ, પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. આ વર્ષનું બીજું અને છેલ્લુ ચંદ્રગ્રહણ કેટલીક રાશિની સાથે દુનિયાને માટે પણ મહત્વનું રહેશે.

કઈ રાશિ પર થશે ગ્રહણની અસર ?

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ વૃષભ રાશિમાં થવાનું છે અને આ રાશિના લોકોને હેરાન કરી શકે છે. જો કે આ આંશિક ગ્રહણ છે આ માટે તેનો કોઈ સૂતક કાળ હશે નહીં.

કેવી રીતે થાય છે ગ્રહણ?

ચંદ્રગ્રહણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના છે. જ્યારે સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે પૃથ્વી આવે છે તો ચંદ્રમા સંપૂર્ણ રીતે કે આંશિક રીતે ઢંકાઈ જાય છે અને સૂર્ય અને પૃથ્વી તથા ચંદ્ર એક સીધી સ્થિતિમાં આવે છે તેને ચંદ્રગ્રહણ કહે છે. શાસ્ત્રોના અનુસાર જ્યારે ગ્રહણ પૂર્ણ થાય છે તો તેનો વધારે પ્રભાવ રહે છે. જ્યારે પૂર્ણ ગ્રહણ થાય છે ત્યારે તમામ સૂતકના નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે પણ જો ઉપછાયા ગ્રહણ છે તો તેમાં સૂતકના નિયમોનું પાલન કરાતું નથી. ઉલ્લેખનીય છે કે ગ્રહણ હંમેશા પૂર્ણિમાએ લાગે છે.

ક્યારે થશે ચંદ્રગ્રહણ?

જ્યોતિષીઓના આધારે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ દિવાળી પછી 19 નવેમ્બર 2021ના રોજ થશે. હિંદુ પંચાંગના અનુસાર ચંદ્ર ગ્રહણ વિક્રમ સંવત 2078માં કાર્તિક માસની પૂર્ણિમાએ કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિમાં યોજાશે. ગ્રહણ 11.34 મિનિટે શરૂ થશે અને સાંજે 5.33 મિનિટ સુધી ચાલશે. ચંદ્રગ્રહણના 3 પ્રકાર હોય છે. પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને ઉપછાયા ચંદ્રગ્રહણ.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *