તંત્ર-મંત્ર અને નજરથી ડરો છો તો આ એક ઉપાય તમારું કરશે રક્ષણ

જો રંગોની વાત કરવામાં આવે તો કાળો રંગ ભલે શુભ ગણાતો ન હોય છતાં તે શુભ કરે છે. કાળા રંગના વસ્ત્રો ઉનાળામાં કેમ નથી પહેરાતા, જાણો છો. કારણ કે તેનો ગુણ શોષવાનો છે. કાળા રંગના વસ્ત્રમાં વધું ગરમી લાગે છે. તમે અનેક નાના બાળકોને હાથે પગે કાળા રંગના દોરા બાંધેલા જોયા હશે. આ એટલા માટે કરવામાં આવે છે કે કોઈની કુદ્રષ્ટિને તે શોષી લે. હાથપગમાં કાળા રંગના દોરા બાંધવાની પ્રથા આદિકાળથી ચાલી આવે છે. તો કેટલીક વાર તેમાં યંત્ર કે લોકિટ કે કોઈ યંત્ર દોરીને બંધ કરેલું માદળિયું પણ પહેરાવવામાં આવે છે. એ દ્વારા વ્યક્તિ પર તાંત્રિક ક્રિયાનો પ્રયોગ કરીને તેને તંત્ર મંત્ર કે નજર જેવી નકારાત્મક શક્તિઓ સામે રક્ષણ આપવામાં આવે છે. નાના બાળકોને કાળો દોરો પહેરાવવા ઉપરાંત કપાળમાં કે કાન પાછળ કાળું તિલું કરવામાં આવે છે. આમ કરવા પાછળ વ્યક્તિ કે જેની દ્રષ્ટિ ભારે હોય તેની એકાગ્રતાને તોડીને વ્યક્તિને નજર સામે રક્ષણ આપવામાં આવે છે.

ઘણાં લોકો લાલ દોરો પણ બાંધે છે. નજર અને મંત્ર તંત્રમાં લાલ દોરાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે લાલ રંગનો દોરો હનુમાનજીનો હોય છે. હનુમાનજીના મંદિરે જઈને લાલ દોરો કે કાળો દોરો મંત્ર જાપ થકી સિદ્ધ કરવામાં આવે છે. આ કાળો દોરો સૂતરનો કે રેશમનો હોઈ શકે છે. તે પછી વ્યક્તિને પહેરાવવામાં આવે છે.

તો તમારા ઘરમાં રહેતી રિદ્ધિ સિદ્ધિમાં જો તમને એવું લાગતું હોય કે હમણાં કઈં બરોબર નથી. તો તમારી તિજોરીને આવો કોઈ દોરો બાંધી દો. જો કોઈની નજર હશે તો તેમાંથી બચાવ થશે.

નવરાત્રિમાં આ ઉપાય વિશેષપણે કારગત નિવડે છે. નવરાત્રિ દરમિયાન સકારાત્મક ઉર્જા વધું પ્રભાવી હોય છે. જેને કારણે નકારાત્મક ઉર્જાને કાબૂમાં લઈ લે છે. આથી નવરાત્રિમાં આવો પ્રયોગ વિશેષ કરવામાં આવે છે. આસ્થાની વાત હોય તો પુરાવાની જરૂર રહેતી નથી. અનેક લોકોને આ રીતે ચમત્કારીક પરિણામો મળતાં હોવાનું પણ જોવા મળે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *