ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની 10 વિકેટે શરમજનક હાર

ટી-20 વર્લ્ડકપ 2021માં આજે સૌથી મોટો મહામુકાબલો શરૂ થઇ ગયો છે. ભારતીય ટીમ ટી-20 વર્લ્ડકપ 2021માં પોતાના સૌથી મોટા દુશ્મન પાકિસ્તાન સામે ટકરાઇ રહી છે. આ મેચ પર આખી દુનિયાની નજર છે. દુબઇના ઇન્ટરનેશનલ મેદાનમાં બંને ટીમોના કેપ્ટન વિરાટ કોહલી અને બાબર આઝમ ટૉસ કરવા આવ્યા હતા. જેમા પાકિસ્તાને ટૉસ જીતી પ્રથમ ફિલ્ડીં કરવાનું પસંદ કર્યું છે અને ટીમ ઇન્ડિયાને બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ભારતે 20 ઓવરની મેચમાં 152 રનનો ટાર્ગેટ પાકિસ્તાનની ટીમને આપ્યો હતો.

પાકિસ્તાનની ટીમે 152 રનના ટાર્ગેટનો પીછો કરતા શાનદાર શરૂઆત કરી હતી અને બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ એકલા હાથે ભારતને હરાવ્યું હતું. મોહમ્મદ રિઝવાને 55 બોલમાં 79 રન ફટકાર્યા હતા. ત્યાં જ બાબર આઝમે 52 બોલમાં 68 રન ફટકાર્યા હતા. પાકિસતાને 17.5 ઓવરમાં જ 152 રનનો ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટી-20 વર્લ્ડકપના ઇતિહાસમાં પાકિસ્તાને ઇતિહાસ રચ્યો છે. પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વિના ટીમ ઇન્ડિયા સામે જીત મેળવી લીધો છે.

ટીમ ઇન્ડિયાને ચોથો ઝાટકો

13મી ઓવરના બીજા બોલ પર શાદાબ ખાને ઋષભ પંતને કૉટ એન્ડ બોલ આઉટ કરી દીધો છે. પંત એ 30 બોલ પર 39 રન બનાવ્યા. જેમાં બે સિક્સર અને એટલા જ ચોગ્ગા સામેલ રહ્યા. હાલ વિરાટ કોહલી 28 અને રવિન્દ્ર જાડેજા શૂન્ય બનાવી ક્રીઝ પર છે.

ટીમ ઇન્ડિયાને ત્રીજો ઝટકો

શાહીન આફરીદીની ઓવરના ચોથા બોલ પર જ રોહિત શર્મા ખાતું ખાલાવ્યા વિના જ આઉટ થતા ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝડકો મળ્યો છે. રોહિત શર્મા lbw આઉટ થતા પાકિસ્તાની પ્રશંસકો ઝૂમી ઉઠ્યા હતા. ત્યાર બાદ માત્ર છ રન પર કેએલ રાહુલને અફરીદીએ આઉટ કર્યો હતો અને ઇનિંગની છઠ્ઠી ઓવરમાં હાસને સૂર્યકુમારને પણ પેવેલિયન મોકલ્યો હતો.

દિગ્ગજ ક્રિકેટ સ્ટાર્સથી ભરેલી ભારતીય ક્રિકેટ ટીમ આઇસીસી ટી-20 વર્લ્ડકપમાં રવિવારે રમાનારા હાઇવોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની ટીમને ફરીથી રગદોળવા માટે મેદાનમાં ઊતરી છે. ત્યારે કરોડો લોકોની નજર આ મેચ પર છે. આઇસીસીની વન-ડે તથા ટી-20 વર્લ્ડકપની તમામ 12 મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ટી20 વર્લ્ડ કપમાં બંને ટીમો પાંચ વખત આમનેસામને થઈ છે અને તેમાં પણ ભારત જીત્યું છે.

કોહલી, રોહિત, બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓ હોવાના કારણે ભારતીય ટીમ દબાણમાં આવશે નહીં. ભારતની તુલનામાં પાકિસ્તાન દબાણમાં રમશે કારણ કે, તે ક્રિકેટની આ સૌથી નાની ફોર્મેટમાં પોતાની પરંપરાગત હરીફ સામે સતત હારતું આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન ક્રિકેટ ઉપર સંકટના વાદળો છવાયા છે અને ભારત સામે હારે તો તેની સ્થિતિ વધારે કફોડી બની જશે.

ભારત-પાકિસ્તાન મેચ પહેલા બંને ટીમનો ફેન્સ દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. આ મહામુકાબલાની પળેપળની ખબર અને રોમાંચક દ્રશ્યો જોવા માટે આખી દુનિયાના લોકો દુબઇમાં પહોંચી ગયા છે. દુબઇમાં પણ તહેવારો જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ગેમપ્લાન

ટી20 વર્લ્ડ કપ પહેલાં આઇપીએલ 2021ના પાર્ટ-2ની કેટલીક મેચો દુબઇના સ્ટેડિયમમાં રમાઈ હતી. લીગની ફાઇનલ પણ આ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ દરમિયાન દુબઇની પિચ સ્લો રહી હતી. ભારતે બંને વોર્મ-અપ મેચ આ ગ્રાઉન્ડમાં રમી હતી જેમાં તેણે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેને હરાવ્યા હતા. પાકિસ્તાન સામેની મેચમાં ભારતને આ ગ્રાઉન્ડમાં રમવાનો કેટલોક ફાયદો મળશે. દુબઇના ગ્રાઉન્ડમાં અત્યાર સુધી 61 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમાઈ ચૂકી છે અને પ્રથમ બેટિંગ કરનાર ટીમે 34 તથા બીજી બેટિંગ કરનાર ટીમે 26 મેચ જીતી છે. ઓક્ટોબરનો અંત ભાગ હોવાના કારણે વર્લ્ડ કપના બીજા મુકાબલામાં ઝાકળની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ બનશે. ઝાકળના કારણે રનચેજ કરવા થોડાક આસાન બની જાય છે. બંને ટીમો ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો ગેમપ્લાન રાખશે.

પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ વેર-વિખેર થશે.

લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, રવીન્દ્ર જાડેજાના સ્વરૂપે ભારત પાસે મજબૂત બેટિંગ ક્રમ છે. જેઓ પાકિસ્તાનના શાહિન આફ્રિદી, હસન અલી, ઇમદ વસીમ, શાદાબ ખાનની ચોમેર ધોલાઈ કરી શકે છે. બોલિંગમાં ભારત પાસે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર તથા સ્પિનર અશ્વિન છે જે પાકિસ્તાનની બેટિંગ લાઇનઅપ વેરવિખેર કરી શકે છે.

ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 ટીમ:

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, વરૂણ ચકવર્તી, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ

પાકિસ્તાનની પ્લેઇંગ-11 ટીમ

બાબર આઝમ (કેપ્ટન), આસિફ અલી, ફખર ઝમાન, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઇમદ વસીમ, મોહમ્મદ હફિઝ, શાદાબ ખાન, શોએબ મલિક, હેરિસ રઉફ, હસન અલી, શાહિન શાહ આફ્રિદીનો સમાવેશ થાય છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *