સિદ્ધ કરેલો સાત મુખી રુદ્રાક્ષ પહેરવાથી શું થાય લાભ

મહાદેવનું પ્રતિક ગણાતા રુદ્રાક્ષને ધારણ કરવાથી વ્યક્તિને સુખ અને સમૃધ્ધિની પ્રાપ્તિ થાય છે. સ્વાસ્થ્ય વિશે અતિ લાભ આપે છે. રુદ્રાક્ષ લોહીનું પરિભ્રમણ સારી રીતે કરાવે છે. આમછતાં રુદ્રાક્ષ પણ અલગ અલગ પ્રકારના હોય છે. દરેકનું અલગ અલગ ફળ હોય છે. જેમકે એકમુખી, બેમુખી, સાતમુખી વગેરે. આજે ચમત્કારી ફળ આપતાં સાતમુખી રુદ્રાક્ષ વિશે જાણીશું. સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી નીચે દર્શાવેલા લાભ થાય છે. પરંતુ તે પહેલા જાણી લો તેને ધારણ કરતાં પહેલા કઈ વિધિ કરવાની હોય છે.

રુદ્રાક્ષ સિદ્ધ કરવાની રીત
કોઈપણ માસના શુક્લ પક્ષની તેરસથી પુનમ સુધીના ત્રણ દિવસ દરમિયાન ગંગાજળમાં કેસર અને દુધ ઉમેરી અને “ऊँ ऐं हीं श्री क्लीं हूं सौः जगत्प्रसूतये नमः” મંત્ર બોલતાં બોલતાં સાતમુખી રુદ્રાક્ષ પર તેનો છંટકાવ કરવો. ત્યારબાદ ચોખા, ચંદન, ધૂપ, બીલીપત્ર, અને ધતુરાનું ફુલ ચડાવી તેની વિધિવત પૂજા કરવી. પૂજા પછી 108 વાર ”ऊँ ऐं हीं श्रीं क्लीं हूं सौः जगत्प्रसूयते नमः” મંત્ર બોલવો અને અગ્નિની 7 પ્રદક્ષિણા કરવી. ત્યારપછી સાતમુખી રુદ્રાક્ષ ગળા કે જમણા હાથ પર ધારણ કરવો.

સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાના ફાયદા

– સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત થાય છે. સમાજમાં યશ અને કિર્તિમાં વધારો થાય છે. નોકરી કરતાં જાતકો સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરે તો તેમને લાભ પ્રાપ્ત થાય છે.

– વ્યવસાયી વર્ગ માટે સાતમુખી રુદ્રાક્ષ અત્યંત લાભદાયક છે. સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી શ્રીગણેશ અને લક્ષ્મીજીની કૃપા જાતક પર રહે છે, જેનાથી પરીવારમાં સુખ અને સમૃધ્ધિ જળવાઈ રહે છે.

– સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આર્થિક સ્થિતિમાં મજબુતાઈ આવે છે અને માનસિક શાંતિ પણ મળે છે.

– સાતમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શરીર નિરોગી રહે છે. સાતમુખી રુદ્રાક્ષ મંદિરના સ્થાને રાખવાથી ઘર-પરિવારના સભ્યોનું આરોગ્ય પણ સારું રહે છે.

– સાતમુખી રુદ્રાક્ષ પહેરવાથી શનિગ્રહ સાથે જોડાયેલા દોષ જેવાકે સાડાસાતી, અઢી વર્ષની પનોતીનો પ્રભાવ શાંત થાય છે અને શનિની કૃપા તમારા પર રહે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *