શું સેક્સ પહેલા કરી શકાય હસ્તમૈથુન? તેનાથી થાય છે મોટા લાભ? જાણો

હસ્તમૈથુન આમ તો એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિ સમાગામ વગર જ સેક્સનો આનંદ માણે છે, સેક્સ ના કરી શકનાર વ્યક્તિ જ હસ્તમૈથુન કરતું હોય છે. હસ્તમૈથુન કરતા જ વ્યક્તિની સેક્સની ઈચ્છા તૃપ્ત થઇ જાય છે. એક એવો વિષય પણ સામે આવ્યો છે કે પુરુષ સેક્સ કરતા અગાઉ હસ્તમૈથુન કરીને સેક્સની મજા ડબલ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ શું તે કોઈ રીતે ફાયદાકારક છે ખરું? શું કહે છે રીસર્ચ જાણો

શું કહેવું છે એક્સપર્ટસનું? સેક્સ અગાઉ હસ્તમૈથુન કરવાથી સેક્સની મજા ડબલ થઇ જાય છે તેવું માનવામાં આવે છે, તો ઘણા લોકો એવું પણ માનતા હોય છે કે સેક્સ અગાઉ હસ્તમૈથુનથી શીધ્રપતનની સમસ્યાથી પણ બચી શકાય છે અને ઇન્ટરકોર્સ બાદ સેક્સ ડ્રાઈવ વધી જાય છે પણ શું ખરેખર આવું થાય છે કે નહીં તેની પાછળનું કોઈ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી.

સેક્સપર્ટસનું માનવું છે કે આ બાબત દરેક વ્યક્તિએ બદલાતી રહે છે, આવી પ્રકારની બાબતને ફોરપ્લેનો જ હિસ્સો પણ માનવામાં આવે છે કે જેનાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે ટર્ન ઓન થઇ શકે છે. શું આવું કરવાથી સેક્સની મજા ડબલ થાય ખરી? સેક્સ સબંધમાં પુરુષોમાં શીધ્રપતનની સમસ્યા સૌથી વધારે જોવા મળે છે, જેનાથી પાર્ટનરની ઈચ્છા અધુરી રહી જાય છે.

એટલે કે સાથી જો ચરમસુખ સુધી પહોંચે તે અગાઉ જ પુરુષ પાર્ટનરને ઈજેક્યુલેટ થવાથી સેક્સની ઈચ્છા સંપૂર્ણ રીતે તૃપ્ત નથી થઇ શકતી. ત્યારે આ પરિસ્થિતિમાં સેક્સ અગાઉ હસ્તમૈથુન એક સપોર્ટ સાબિત થઇ શકે છે અને સેક્સ એક્ટનું ડયુરેશન એટલે કે સેક્સ ડ્રાઈવ પણ વધી જાય છે, જો કે આ દરેક વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે, ઘણી વખત તો માસ્ટરબેટ પછી સેક્સની ઈચ્છા પણ ઓછી થઇ જવાની ચિંતામાં અને નબળાઈમાં પણ વધારો થઇ શકે છે.

શું કહેવાયું છે રિસર્ચમાં? બી.જે.યુ. ઇન્ટરનેશનલમાં પ્રકાશિત અભ્યાસની પુસ્તકમાં સામે આવ્યું છે કે, એક વખત પુરુષ ઈજેક્યુલેશન (સ્ત્રાવ) થઇ ગયા પછી ચરમસુખ મળી જાય છે અને શરીરની સેક્સની ઈચ્છા સંતોષાઈ જવાથી શરીરની ઉર્જા પણ શાંત પડી જાય છે. ત્યારબાદ તાત્કાલિક સેક્સની ઈચ્છા થવી અઘરી છે.

આવું થતું હોવાથી કેટલાક લોકો એવું પણ વિચારે છે કે જયારે પાર્ટનર સાથે હશે ત્યારે ઇન્ટરકોર્સની સમય પણ વધી જશે અને ઈજેક્યુલેશનની ફિકર ના રહે પણ અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. શેનું ધ્યાન રાખવું જરુરી છે? ખાસ તો જેમાં પુરુષોની સેક્સની તૃપ્તિ સંતોષાઈ જાય પછી લિંગ ઈરેક્શન ગુમાવવા લાગે અને સંકોચાવા લાગે છે.

આવા સમયે હસ્થમૈથુન પછી તરત જ સેક્સ માટે તૈયાર થવું અશક્ય ય બની શકે છે. જો ઘણા કિસ્સામાં આવું થાય તો પણ લિંગમાં ઈજા કે બળતરા જેવી તકલીફ તથા નબળાઈ અને ઢીલાશ ઉભી થઈ શકે છે. એટલું જરૂરથી યાદ રાખવું કે પાર્ટનરને સંતુષ્ટ ના કરી શકવાના કિસ્સામાં સેક્સપર્ટની મદદથી તકલીફને દૂર કરવી વધારે હિતાવહ માનવામાં આવે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *