શનિ કેમ બદલે છે અઢી વર્ષે રાશિ, જાણો તે વિશેની કથા

જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને ભારે માનવામાં આવે છે. જો કે તે કર્મ પ્રમાણે ફળ આપનારા દેવતા છે. કર્મો પ્રમાણે તે વ્યક્તિને દંડે છે. તેમની જ્યારે અવકૃપા થાય છે ત્યારે તેમાંથી બચવું લગભગ અસંભવ થઈ જાય છે. માનવીએ ભોગવવું જ પડે છે.

પરંતુ શું તમે જાણો છો કે શનિની ચાલ ધીમી કેમ છે. સામાન્ય રીતે એક રાશિ એટલે કે 30 ડિગ્રીનું અંતર કાપતા ચંદ્રને અઢી દિવસ લાગે છે જ્યારે તેટલું જ અંતર કાપતા શનિને અઢી વર્ષ લાગે છે. એ પરથી તમે જાણી શકશો કે શનિ કેટલું ધીમું ચાલે છે. આજે આપણે જાણીશું આ વિશેની એક ખાસ કથા….

એક પૌરાણિક કથા અનુસાર સૂર્ય દેવનો તાપ સહન કરી શકવાથી તેમમની પતેની સંજ્ઞાએ પોતાના જેવી જ એક પ્રતિમા તૈયાર કરી. સંજ્ઞા દેવીએ તેમને આજ્ઞા આપી કે તે મમારી અનુપસ્થિતિમાં મારા તમામ સંતાનોની દેખરેખ રાખતાં રાખતા સૂર્યદેવની સેવા કરો અને પત્ની સુખ ભોગવો. આ આદેશ આપી તે પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. સંજ્ઞાનું આ પ્રતિરૂપ એવું અસલ રીતે હતું કે ખુદ સૂર્યદેવ પણ આ રહસ્ય ન જાણી શક્યા.

એ દરમિયાન સૂર્યદેવથી આ પ્રતિરૂપને પાંચ પુત્ર અને બે પુત્રીઓ થઈ. તે પોતાના સંતાનો પર વધું અને સંજ્ઞાના સંતાનો પર ઓછો પ્રેમ વરસાવવા લાગી. એક દિવસે સંજ્ઞાના પુત્ર શનિને બહુ જ ભૂખ લાગી, તેથી તેમણે જમવા માટે પ્રતિરૂપ પાસે માંગ્યું. ત્યારે તેને જવાબ મળ્યો કે તમારે રાહ જોવી જ પડશે. પહેલાં હું ભગવાન ધરાવીશ, પછી તમારા નાના ભાઈબહેનોને જમાડીશ, પછી તમને ભોજન આપીશ. આ સાંભળીને શનિદેવને ક્રોધ વ્યાપી ગયો. તેમણે ભોજનને લાત મારવા માટે જેવો પગ ઉગામ્યો કે પ્રતિરૂપે તેમને શ્રાપ આપી દીધો કે તારો પગ અત્યારે જ તૂટી જાય.

માતાનો શ્રાપ સાંભળીને શનિદેવ ડરીને પોતાના પિતા સૂર્યદેવ પાસે ચાલ્યા ગયા અને તેમને આખી વાત કહી. સૂર્ય દેવ સમજી ગયા કે કોઈ માતા પોતાના બાળકને આવી રીતે શ્રાપ ન આપી શકે. ત્યારે સૂર્યદેવે ક્રોધમાં આવીને કહ્યું કે જણાવો કે તમે કોણ છો. સૂર્યનો પ્રભાવ જોઈને પ્રતિરૂપ ડરી ગઈ. તેમણે સાચીવાત જણાવી દીધી. ત્યારે સૂર્યદેવે શનિને સમજાવ્યું કે આ તમારી માતા નથી પણ માતા સમાન છે. તેથી તેનો શ્રાપ વ્યર્થ તો નહિં જાય પણ તે એટલો કઠોર નહિં હોય કે પગ આખો પૂર્ણ રીતે અલગ થઈ જાય. તમે આખી જિંદગી એક પગે લંગડાતા ચાલી શકશો. આ કારણે શનિદેવની ચાલ ધીમી છે. તેઓ મંદગતિએ ચાલે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *