શાહરુખ ખાન જો 18 કરોડ રૂપિયા આપી દેત તો બચી જાત આર્યન?

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં જેલમાં રહેલા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનના કેસમાં નવો વળાંક આવ્યો છે. પંચના સાક્ષી હોવાનો દાવો કરનાર પ્રભાકર સાલીએ સોગંદનામામાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પ્રભાકરે એફિડેવિટમાં કહ્યું કે તેણે કેપી ગોસાવી અને સેમ ડિસોઝાને એકબીજાની વચ્ચે વાત કરતા સાંભળ્યા છે. તેણે બંનેને એમ કહેતા સાંભળ્યા હતા, ‘તમે 25 કરોડનો બોમ્બ નાંખી દો. 18 કરોડમાં સોદો નક્કી કરીએ અને 8 કરોડ સમીર વાનખેડેને આપીએ.’ આરોપ લગાવનાર પ્રભાકર પોતાને ગોસાવીનો બોડીગાર્ડ ગણાવી રહ્યો છે.

પ્રભાકરનો દાવો – 18 કરોડમાં નક્કી થયો હતો સોદો

પ્રભાકરે આરોપ લગાવ્યો છે કે ગોસાવી અને સેમે કથિત રીતે 18માંથી 8 કરોડ રૂપિયા NCB અધિકારી સમીર વાનખેડેને આપવાની વાત કહી હતી. પ્રભાકર સાલીએ પોતાના સોગંદનામામાં એમ પણ કહ્યું કે ક્રુઝ પર NCB ના દરોડા બાદ તેમણે શાહરુખ ખાનની મેનેજર પૂજા ડડલાનીને ગોસાવી અને સેમ સાથે ભૂરી મર્સિડીઝ કારમાં વાત કરતા જોયા હતા. તેમની વચ્ચે લગભગ 15 મિનિટ સુધી વાત થઈ હતી.

પ્રભાકરે કહ્યું કે આ પછી ગોસાવીએ તેને ફોન કરીને પંચ બનવા કહ્યું હતું. તેણે કહ્યું કે એનસીબીએ તેને 10 સાદા કાગળો પર સહી કરાવી હતી. આ સાથે પ્રભાકરે એવો પણ દાવો કર્યો હતો કે તેણે ગોસાવીને 50 લાખ રૂપિયાની બે બેગ આપી છે. તેણે જણાવ્યું કે 1 ઓક્ટોબરે રાત્રે 9:45 વાગ્યે, ગોસાવીએ ફોન કરીને 2 ઓક્ટોબરની સાંજે 7.30 વાગ્યા સુધી તૈયાર થઈને એક જગ્યાએ આવવા કહ્યું હતું.

પ્રભાકરે દાવો કર્યો હતો કે ક્રુઝ રેડની રાત્રે તે ગોસાવી સાથે હતો. તેણે ગોસાવીને એનસીબી ઓફિસ પાસે સેમ નામના વ્યક્તિને મળતા જોયા હતા. પ્રભાકરે કહ્યું કે જ્યારથી ગોસાવી રહસ્યમય રીતે ગાયબ થયો છે ત્યારથી તેને સમીર વાનખેડેથી પોતાના જીવનું જોખમ છે.

સમીર વાનખેડેએ આપી પ્રતિક્રિયા

NCB એ આ તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. સમીર વાનખેડેએ આ આક્ષેપો પર કહ્યું કે તે તેનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે, ‘તે ખૂબ જ દુઃખદ છે’.

આર્યનની ધરપકડના દિવસે એક અજાણ્યા વ્યક્તિએ તેની સાથે સેલ્ફી લીધી જે ખૂબ વાયરલ થઈ હતી. બાદમાં આ વ્યક્તિની ઓળખ કિરણ ગોસાવી તરીકે થઈ હતી. જોકે, ઓળખ જાહેર થયા બાદથી ગોસાવી ફરાર છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *