સેક્સ સાથે સંકળાયેલી આ ચિત્ર- વિચિત્ર બીમારીઓના નામ તમે જાણતા નહીં હોવ

ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન, પ્રીમચ્યોર ઈજેક્યુલેશન, નાઈટ ફોલ એટલે કે શીધ્રસ્ખલન, સ્વપ્નદોષ જેવી સેક્સ સાથે જોડાયેલી સાધારણ અને જાણીતી સમસ્યાઓ વિશે તમને ખબર હશે કારણ કે તે ખૂબ જ સામાન્ય છે. સ્ટ્રેસને કારણે ઘણી વખત આવી સમસ્યા થાય છે. પરંતુ આજે અમે તમને સેક્સની એવી બીમારીઓ વિશે જણાવીશું કે જેનું તમે નામ પણ નહીં સાંભળ્યું હોય.

ઓર્ગેસ્મિક ડિસ્ફંક્શન: જે રીતે ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શનમાં પુરુષોને સેક્સ દરમિયાન ઈજેક્શન મેળવવામાં મુશ્કેલી થાય છે, તેવી જ રીતે ઓર્ગેસ્મિક ડિસ્ફંક્શનમાં વ્યક્તિને ઉત્તેજનાનો અનુભવ થાય છે પરંતું ચરમ સીમા પર પહોંચી જવા છતાં તેને ઓર્ગેઝમ મળતું નથી અથવા વધારે સમય લાગે છે. ઓર્ગેઝમ ના મળવાની સમસ્યા મહિલા કે પુરુષ કોઈને પણ થઈ શકે છે, જેમાં ગમે તેટલા સેક્સ પછી પણ પુરુષને અધૂરું જ લાગતું હોય છે.

નિમફોમેનિયા: તેને તમે સામાન્ય શબ્દોમાં હાયપરસેક્સ્યુઆલિટી પણ કહી શકો છો. આ એક એવી સ્થિતિ છે જેમાં વ્યક્તિને દરેક સમયે horny એટલે કે સેક્સ કરવાની ઈચ્છા થતી રહે છે. નિમફોમેનિયાની સમસ્યા સામાન્ય રીતે મહિલાઓને હોય છે અને ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે આ બીમારીથી પીડિત મહિલા સેક્સ માટે હદથી વધારે ઉત્તેજિત થઈ જાય છે.

સેક્સોમેનિયા: સેક્સ સાથે જોડાયેલી આ એક એવી બીમારી છે કે જેમાં તમે ઊંઘમાંને ઊંઘમાં જ સેક્સ કરી નાંખો છો. એક રીતે સ્લીપ વોકિંગ એટલે કે ઊંઘમાં ચાલવાની બીમારીની જેમ. આ દરમિયાન ભલે તમે ઊંઘમાં હોવ પરંતુ તમને ખબર હોય છે કે તમે સેક્સ કરી રહ્યા છો. નિમફોમેનિયાની જેમ સેક્સોમેનિયા પીડિત વ્યક્તિ પણ સેક્સ માટે એકદમ હાયપર એક્ટિવ રહે છે અને તેના જ પરિણામે તે ઊંઘને પણ નથી બક્ષતા.

સેક્સ્યુઅલ ઓર્ગેઝમ સિન્ડ્રોમ: ઓર્ગેઝમ ફીલ કરવું એક સારો અનુભવ છે પરંતુ દર બીજી મિનિટે આવો અનુભવ થાય તો તે તમારી માટે મુશ્કેલી બની શકે છે. જરા વિચાર કરો કોઈની સાથે ફોન પર વાત કરતા તમને ઓર્ગેઝમ ફીલ થાય, ખાતા સમયે, નહાતી વખતે, ગાડી ચલાવતા સમયે ઓર્ગેઝમ ફીલ થાય તો તે એક બીમારી છે જેને સેક્સ્યુઅલ ઓર્ગેઝમ સિન્ડ્રોમ કહેવામાં આવે છે, જેમાં દરેક બાબતે વ્યક્તિને સેક્સની જ ઈચ્છા થતી રહે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *