સસ્પેન્સ ખતમ: અયોધ્યાથી વિધાનસભા ચૂંટણી લડી શકે છે યોગી આદિત્યનાથ

યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ક્યાંથી ચુંટણી લડશે તેને લઈને હવે સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. ત્યારે હવે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ યોગી આદિત્યનાથ અયોધ્યાથી ચૂંટણી લડી શકે છે. જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશના સીએમ બનતા પહેલા સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર લોકસભા બેઠકના સાંસદ હતા. બાદમાં તેમને સીએમ બનાવવા માટે વિધાન પરિષદથી તેમની એન્ટ્રી કરાવવામાં આવી. વિધાન પરિષદ માટે યોગી આદિત્યનાથ બિનહરીફ ચૂંટાઈ આવ્યા. બાદમાં MLC બનતા તેઓ સીએમ બન્યા હતા.

ત્રણ સ્થળોના નામ હતા ચર્ચામાં

અત્યારસુધી તે વાતને લઈને ચર્ચાઓ ગરમાઈ રહી હતી કે યોગી આદિત્યનાથ ક્યાંથી ચૂંટણી લડશે. કાશી (વારાણસી), અયોધ્યાની સાથે સાથે માથુરનું નામ પણ ચર્ચાઈ રહ્યું હતું. આ તમામ નામોમાં અયોધ્યાના નામ પર મહોર વાગી રહી હોય તેમ જણાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે યોગી આદિત્યનાથ સત્તાના સુત્રો સંભાળ્યા બાદથી જ અહી વિકાસ કાર્યોમાં પ્રગતિ આવી હતી.

અયોધ્યાનો થયો અદ્વિતીય વિકાસ

અયોધ્યા નગરી ન માત્ર વિકાસ કાર્યોથી ફળીભૂત થઇ પરંતુ રામ મંદિર જેવા મોટા મુદ્દાના પરિણામો પણ આવ્યા અને હાલના સમયમાં અહી નિર્માણ કાર્યોને પણ ગતિ મળતી હોય તેમ જણાઈ રહ્યું છે. સીએમ યોગીની સરકારમાં અયોધ્યાએ અનેક મોટા પુરસ્કાર પણ પોતાને નામ કરી લીધા છે. જેમાં સૌથી વધુ ચર્ચામાં છે અહી દીપ પ્રાગટ્યનો દોર. આ દરમિયાન અયોધ્યામાં રેકોર્ડ દીવા પ્રગટાવવામાં આવ્યા અને અયોધ્યા રાજ્ય જ નહી પરંતુ સમગ્ર દેશમાં ઝળહળી ઉઠી.

મથુરા બેઠક પર પણ ચાલી રહી હતી અટકળો

જોકે, આ દરમિયાન એવી અટકળો પણ ગરમાઈ રહી હતી કે કે યોગી મથુરા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે પશ્ચિમને જીતવા માટે યુપીના સીએમ આગામી ચૂંટણીમાં પોતાની દાવેદારી કરી શકે છે. પરંતુ હવે આવી રહેલી ખબરો મુજબ કહી શકાય કે યોગી આદિત્યનાથ રામનગરી અયોધ્યાથી પોતાનું ભાગ્ય અજમાવી શકે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *