સંભોગ સમયે મને તરત વીર્ય સંખ્લન થાય છે,આનો કંઈક યોગ્ય ઉપાય બતાવો જેથી હું વધુ સમય

પ્રશ્ન : હું 24 વર્ષની યુવતી છું. મારો પરિવાર નવસારીમાં છે અને મારું ભણવાનું પૂરું કરીને બે વર્ષથી હું મુંબઇમાં જોબ કરું છું. હું મારી ઓફિસના યુવકના પ્રેમમાં છું. તે પણ પરિવાર વગર એકલો જ રહે છે. અમે બન્ને વર્કિંગ હોવાથી મળવાનો અને સાથે ફરવાનો સમય પણ નથી મળતો. એ જ કારણોસર વિચારી રહ્યાં છીએ કે લિવ-ઇનમાં રહીશું તો પરસ્પરને વધુ જાણી શકીશું. મારા પેરન્ટ્સ તો એ માટે જરાય તૈયાર નહીં થાય. આ કારણોસર અહીં અમે કોઈને કહ્યા વિના સાથે રહેવાનું શરૂ કરીએ એવો વિચાર પણ કરી રહ્યાં છીએ, પણ સમાજનો ડર લાગે છે. શું કરું? એક યુવતી (મુંબઈ)

ઉત્તર : લગ્નમાં બન્ને વ્યક્તિ પરસ્પરની અને પરિવારની સહમતીથી સમાજની હાજરીમાં એકમેકને જીવનસાથી તરીકે પસંદ કરે છે અને પછી સહજીવન શરૂ કરે છે. લિવ-ઇનમાં સમાજ અને કાયદાનું બંધન ન હોવાથી ન ફાવ્યું તો હું મારા રસ્તે અને તું તારા રસ્તે. આવી છટકબારી હોવાને કારણે સહજીવનની શરૂઆત જ ખોટી સમજણથી શરૂ થાય છે.

તમે લગ્ન કરીને સાથે રહો કે લિવ-ઇનમાં, જો એકબીજાની મર્યાદાઓનો સ્વીકાર કરવા જેટલી સહિષ્ણુતા ન હોય તો બેમાંથી એકેય નથી ચાલતા. લગ્ન વ્યવસ્થા કેટલાક અંશે સહિષ્ણુતા કેળવાય એ માટેનું વાતાવરણ પૂરું પાડે છે, પણ લિવ-ઇનમાં ‘સ્વતંત્ર’ માઇન્ડસેટ સાથે આગળ વધો તો એમાં જરૂરી ઉષ્મા અને હૂંફની ગેરહાજરી વર્તાય છે. મને એવું લાગે છે કે જે કામ તમારે છુપાઈને કરવું પડે એ કદી ન કરવું. તમારી ઉંમર પણ કંઈ ૨૫ વર્ષથી વધુની હોય એવું મને નથી લાગતું ત્યારે એકમેકને સમજી લેવા સાથે રહેવાની ઉતાવળ શા માટે? એમ છતાં લિવ-ઇનમાં રહેવું જ હોય તો બંનેના માતા-પિતાને કોન્ફિડન્સમાં લઈને કન્વિન્સ કરવાનું આવશ્યક છે.

સવાલ: હું પરિણીત યુવક છું. સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સંભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.- એક પુરુષ (મોરબી)

તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખો.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *