સેક્સ કર્યા બાદ પુરુષો સાથે થતું હોય છે આવું.. જાણશો તો માનવામાં નહીં આવે

તમે લાગતું હોય કે સેક્સ પહેલા અને પછી પુરુષો સાથે બધું યોગ્ય જ થતું હોય છે તો એવું નથી હોતું. પુરુષો પોતાની સેક્સ લાઈફ વિશે ઘણું વિચારતા હોય છે, સેક્સ પછી તેમનો આખો દિવસ પણ ખરાબ થઈ શકે છે. આજકાલ બનતી ટેલિવિઝન સિરિઝોમાં પણ આડકતરી રીતે સેક્સને લગતી તકલીફો, કારણો અને નિવારણને લગતી વાતો તો રજૂ કરાય જ છે. અહીં છે કેટલાક લોકોના અનુભવો જેમણે સેક્સ કર્યા બાદ તેમને કેવું લાગતું હોય છે તે વાત શેર કરી છે.

પરફોર્મન્સની ચિંતા: સેક્સ પછી મોટાભાગના પુરુષો પોતાના પરફોર્મન્સ વિશે વિચારે છે. તેઓ પોતાના પાર્ટનરનો એક્સપિરિયન્સ વધારે સારો કરવાના પ્રયત્નો વિશે વિચારવાથી લઈને અનુભવ કેવો રહ્યો હશે તેવા પણ વિચાર કરે છે. જો તેમને એવું લાગતું હોય કે તેમના પાર્ટનર સંતુષ્ટ નથી તો તેમનો આખો દિવસ ખરાબ થઈ જાય છે. તેઓ એક સિન્ડ્રોમથી પીડાય છે કે તેમનામાં પાર્ટનરને સંતોષ આપવાની તાકાત નથી.

સેક્સ પછી થાય છે દુઃખી: એવું માત્ર સ્ત્રીઓ સાથે જ નથી બનતું કે તેઓ સેક્સ પછી નિરાશ અને નકારાત્મક થઈ જાય. પરંતુ પુરુષો સાથે પણ આવું બને છે. “સેક્સ પછી હું લગભગ 40 મિનિટ સુધી પરેશાન રહ્યું છું અને આ નોર્મલ છે. એનો મતલબ એવો નથી કે મને એક્ટમાં મજા નથી આવતી, આવું થોડા સમય માટે જ હોય છે.”

પાર્ટનરની ઈચ્છાઓ પૂરી કરવી: એક પુરુષે જણાવ્યું હતું કે ‘ગર્લફ્રેન્ડની ઈચ્છા હોય છે કે સેક્સ પછી હું તેની સાથે એક કલાક સુધી પ્રેમભરી વાતો કરું. આખા દિવસના થાક પછી મારા માટે મોડી રાત સુધી જાગવું મુશ્કેલ હોય છે. જે દિવસે હું સૂઈ જાઉં છું તેને લાગે છે કે હું સ્વાર્થી છું.’ એટલે સેક્સ બાદ આવી ચિંતા પણ પુરુષોને સતાવતી હોય છે.

સાઈઝની ચિંતા: વધુ એક પુરુષે જણાવ્યું હતું કે, મને મારા પ્રાઈવેટ પાર્ટની સાઈઝને લઈને લીધે અસુરક્ષા એટલે કે ઇનસિક્યોરીટીની ભાવના અનુભવું છું. હું હંમેશા એવું વિચારું છું કે લિંગની સાઈઝથી સેક્સ પ્લેઝરમાં થોડો ફરક પડે છે કે પછી તે સેક્સ પોઝિશન પર ડિપેન્ડ કરે છે.’

શું આપણે સ્પાર્ક ગુમાવી દઈએ છીએ? મારા લગ્ન થયા હતા તેને દસ વર્ષ થયા છે, અને મને લાગે છે કે અમારી સેક્સ લાઈફ સ્પાર્ક ગુમાવી ચૂકી છે. જ્યારે પણ હવે અમે સેક્સ કરીએ છીએ તો એડવેન્ચર નથી અનુભવતા. ઉંમની સેક્સ લાઈફ પર અસર પડે છે. પહેલા જે ઉત્સાહ હતો તેના બદલે આ એક જીવનશૈલીનો સાધારણ હિસ્સો જ લાગે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *