પ્રેમ સંબંધમાં ચાલતા હોય ડખા કે પછી ના મળતી હોય કોઈ છોકરી તો ફક્ત આ રીતો અપનાવી જુઓ

જો રિલેશનશિપમાં ખામીઓ હોય તો ઘણી મુશ્કેલી પડે છે. તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમમાં છો અને તેની સાથે લગ્ન કરીને ઘર વસાવવા ઇચ્છો છો, પરંતુ અચાનક જ તમારા જીવનમાં પ્રોબ્લેમ આવવા લાગે તો તમે તમારી રિલેશનશિપ કેવી રીતે બચાવશો? ફેંગુશુઈની મદદથી તમે તમારી રિલેશનશિપને પણ બચાવી શકો છો.

પ્રેમમાં રંગ ભરવા માટે ઘરના 2 ખૂણા ઘણા મહત્વના

ફેંગશુઈ પ્રમાણે પ્રેમમાં રંગ ભરવા માટે ઘરના 2 ખૂણા ઘણા મહત્વના છે. ફેંગશુઈમાં દક્ષિણ દિશાને ઘણી મહત્વની માનવામાં આવી છે. માન્યતા છે કે રિલેશનશિપમાં કેટલાય પણ પ્રશ્નો કેમ ના હોય, જો આ દિશાનું ધ્યાન રાખવામાં આવશે તો રિલેશનશિપ બેટર થતી જાય છે. આ કારણે દક્ષિણ દિશામાં રેડ કલરની પ્રાથમિકતા આપવી જોઇએ. આ દિશામાં રેડ કલરનો બેડ, પિલ્લો અથવા રેડ કલરનું પેઇન્ટિંગ લગાવવી જોઇએ. આ ઉપરાંત દક્ષિણ દિશામાં રેડ કલરનો લેમ્પ પણ રાખી શકો છો.

દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં લવબર્ડ્સ રાખો

દક્ષિણ અને પશ્ચિમ દિશાને રિલેશનશિપ ઝોન કહેવામાં આવે છે. ક્યારેય પણ દક્ષિણ અને પશ્ચિમ દિશામાં વૉશરૂમ ના બનાવવું જોઇએ. નહીં તો આના કારણે રિલેશનશિપમાં ટેન્શન વધે છે. રિલેશનશિપ ઝોન એટલે કે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં લવબર્ડ્સ અથવા મૈંડરિન ડક રાખવું જોઇએ, પરંતુ જો તમે સિંગલ છો તો પિયોની લવર્સનું પેઇન્ટિંગ રાખો. ધ્યાન રાખો કે આ ઝોનની લાઇટ હંમેશા બ્રાઇટ હોવી જોઇએ. જો લાઇટ ના હોય તો રેડ કેન્ડલ પણ રાખી શકો છો.

ઘરના પશ્ચિમ ઝોનનું ધ્યાન રાખો

જો તમે સિંગલ છો અને જલદી લગ્ન કરવા ઇચ્છો છો તો તમે તમારા ઘરના પશ્ચિમ ઝોનનું ધ્યાન રાખો. કહે છે કે આમ કરવાથી જલદી લગ્ન થવાની સંભાવના વધે છે. આ કારણે આ ઝોનમાં લવ બર્ડ્સ રાખવા જોઇએ અને પ્રયત્ન કરવો જોઇએ કે જેટલો પણ સમય ઘરમાં રહો વધારેમાં વધારે સમય આ ઝોનમાં સ્પેન્ડ કરો.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *