અંબાણી પરિવારની ગણતરી માત્ર દેશમાં જ નહીં પરંતુ એશિયાના સૌથી ધનિક પરિવારોમાં થાય છે. તેમના અને તેમના પરિવારના સભ્યોના શાહી જીવનની ઘણી વખત સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર કેવી રોયલ લાઈફ જીવે છે તેનો અંદાજો તમે એ વાતથી લગાવી શકો છો કે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી વિશે સમાચાર આવ્યા હતા કે ચાના એક કપની કિંમત લાખો રૂપિયા છે.
સાથે જ તેના છોકરાઓનો ખર્ચ પણ કાઈ ઓછો નથી. પરંતુ આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે મુકેશ અંબાણી ક્યાંક જાય છે, તો તેમના ખિસ્સામાં કેટલા પૈસા હોય છે, જે જાણીને તમારા હોશ ઉડી જશે. તાજેતરમાં, એક મુલાકાત દરમિયાન મુકેશ અંબાણીએ કહ્યું હતું કે જ્યારે તે કોઈ કામ માટે ઘરની બહાર જાય છે, તો તેમના ખિસ્સામાં કેટલા પૈસા હોય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે મુકેશ અંબાણી પોતાના ખિસ્સામાં એક રૂપિયો પણ નથી રાખતા. હવે તમે વિચારતા હશો કે જો રોકડા રૂપિયા ના રાખતા હોય તો તમારે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ તો રાખતા જ હશે. પરંતુ તમને જણાવી દઈએ કે જ્યારે પણ મુકેશ અંબાણી કોઈ કામ માટે ઘરની બહાર જાય છે ત્યારે તેમની પાસે ના તો ક્રેડીટ કાર્ડ હોય છે અને न તો તેમના ડેબિટ કાર્ડ.
આ વાતનો ખુલાસો કરતી વખતે તેણે કહ્યું હતું – પૈસાથી મને કોઈ ફરક પડતો નથી. પૈસા માત્ર એક સાધન છે. જે કંપની માટે જોખમ લેવાનું કામ કરે છે. તેનાથી ફલેક્સીબિલીટી પણ મળે છે. બાળપણથી આજ સુધી મેં મારા ખિસ્સામાં પૈસા નથી રાખ્યા. નોંધનીય છે કે મુકેશ અંબાણીના દરેક બીલ તેમની આજુબાજુ રાખવામાં આવેલા માણસો જ ભરે છે, તેઓ પોતે રોકડ વ્યવહારમાં પડતા નથી. મુકેશ અંબાણી કે જેઓ ખિસ્સામાં પૈસા રાખવાનું પસંદ નથી કરતા, ત્યારે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીની જીવનશૈલીની ચર્ચા મીડિયામાં થતી રહેતી હોય છે.
નીતા અંબાણી દરેક જગ્યાએ પોતાના ખર્ચને લઈને છવાયેલા રહે છે. વચ્ચે એક વખત નીતા અંબાણીએ સાડી પહેરી હતી જેની કિંમત ૪૦ લાખ રૂપિયા છે. આ સાડી એટલી મોંઘી હતી કે નીતાનું નામ એ સાડી પહેરતાની સાથે જ તેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાઈ ગયું છે. નીતા અંબાણીના દિવસની શરૂઆત 3 લાખની કિંમતના ચાના કપથી થાય છે.
તો તેમને માટે એક ગ્લાસ પાણી પણ બે લાખથી વધારેની કિંમતમાં પડે છે. તમને જણાવી દઈએ કે સમગ્ર અંબાણી પરિવાર જાપાન-બ્રાન્ડેડ ગોલ્ડ કપમાં ચા પીને તેમના દિવસની શરૂઆત કરે છે, જેની કિંમત આશરે 3 લાખ રૂપિયા છે. મુકેશ અંબાણી દેશના સૌથી મોંઘા મકાનોમાંના એક એન્ટિલિયામાં રહે છે. ઘરમાં 600 નોકર, 168 કાર અને છત પર ત્રણ હેલિપેડ છે.