પથરો કે પથરી?: વૃદ્ધના શરીરમાંથી નારિયેળ સાઇઝની પથરી બહાર કાઢી, વજન જાણી ડૉકટર સ્તબ્ધ

ભરૂચના તબીબે દેડિયાપાડાના વૃદ્ધનો વિશ્વનો ચોથો સૌથી મોટો નારિયેળ સાઈઝનો 640 ગ્રામના એટલે કે અડધા કિલોથી વધુના વજનના પથરાથી અઢી કલાકના ઓપરેશન બાદ મુક્તિ અપાવી જીવ બચાવ્યો છે. ભરૂચ ખાતે પથરીનું અત્યંત જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું.

પથરીના જટિલ ઓપરેશન અંગે વિગતે જોતા ભરૂચ નગરના ફળશ્રૃતિ નગર વિસ્તારમાં હોસ્પિટલ ધરાવતા ડૉ.જયંતિ વસાવાના જણાવ્યાનુસાર નર્મદા જિલ્લાના દેડીયાપાડા ગામના રહીશ 62 વર્ષના મોતિસિંગ માનસિંગ વસાવાને 20 વર્ષથી દુ:ખાવાની સમસ્યા હતી આ ઉપરાંત પણ અન્ય ફરિયાદો હતી.

દર્દીને પેશાબમાં તકલીફ થતી હતી સાથો સાથ ચાલવામાં પણ મુશ્કેલી પડતી હતી. પથરીના પગલે કિડની અને મૂત્રાશય પર પણ અસર પહોંચી હતી. બંને કિડની ફેઇલ હોવાના કારણે દર્દીને ઓપરેશન ટેબલ પર લેવામાં આવ્યા ત્યારે જીવનું જોખમ પણ હતું. તેમ છતાંય સફળ ઓપરેશન કરી 650 ગ્રામ વજનની તેમજ 4 ઇંચ લાંબી અને 5 ઇંચ પહોળી પથરી સફળતાપૂર્વક કાઢવામાં આવી હતી.

વિશ્વમાં મસમોટી પથરી થવાના પણ રેકોર્ડ છે

દેશમાં સૌથી મોટી પથરી ધરમપુરમાં વર્ષ 2018 માં એક દર્દીના શરીરમાંથી 1365 ગ્રામની કાઢવામાં આવી હતી. જેને લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જે પેહલા કાશ્મીરમાં એક દર્દીમાંથી 843 ગ્રામની પથરી નીકળી હતી. જ્યારે વિશ્વમાં અત્યાર સુધી 1900 ગ્રામ એટલે કે 2 કિલો જેટલી પથરી બ્રાઝીલમાં એક દર્દીમાંથી શસ્ત્રક્રિયા દ્વારા કઢાઈ હતી. ડો. જયંતીભાઈ વસાવા એ જ ભરૂચમાં આગાઉ 1992 માં પહેલી વખત 310 ગ્રામની પથરી કાઢી હતી.આ ચોથો સૌથી મોટી પથરીનો બનાવ છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *