પતંગ રસિકો માટે ખાસ જાણવા જેવી છે અંબાલાલ પટેલની આ આગાહી

ગુજરાતમાં ઠંડીએ કહેર વરસાવ્યો છે અને દિવસે ને દિવસે તાપમાનનો પારો નીચે ગગડતાં પાંચેય જિલ્લામાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે. લોકો કાતિલ ઠંડીથી બચવાં અનેક પ્રયત્નો કરી રહ્યા છે. લઘુતમ તાપમાનનો પારો 7 ડિગ્રી પર યથાવત રહેતા કાતિલ ઠંડી જોવા મળી હતી. સવારથી લોકોને કાતિલ ઠંડીનો સામનો કરવો પડયો હતો. હજુ પણ ચાર દિવસ સુધી ઠંડીની અસર વર્તાશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અંબાલાલ પટેલની ઉત્તરાયણ બાબતની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી પડી રહી છે. જેમાં ઉત્તરાયણના દિવસે સવારે ઠંડી રહેશે. તેમજ સામાન્ય રીતે ઉત્તરાયણના દિવસે રાજ્યના ભાગોમાં ઉત્તર પૂર્વનો પવન રહેવાની શક્યતા રહેશે. એટલે ઇશાન ખૂણે પવન રહેશે. તથા સવારમાં પવનની ગતિ થોડી રહેશે.

15મી જાન્યુઆરીના દિવસે પવન 10થી 12 કિમીની ઝડપે રહેવાની શક્યતા રહેશે. લગભગ સવારથી બપોરના 2 વાગ્યાની આસપાસ પવન રહેશે. સાંજે પવનની ગતિ થોડી મંદ થશે. અને રાત્રીના ભાગમાં પવનની ગતિ 10 કિમીના વેગથી રહેશે.

ઉત્તરાયણ પર્વે વાદળો છવાયલા રહેશે

તેમજ ગતી 10થી 12 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે. તથા બપોરે 12 વાગ્યા સુધી પવન રહેશ. તેમજ પવનની ગતિ બપોર બાદ ધીરે ધીરે મંદ પડશે. તથા સાંજના સમયમાં પવનની મંદ પડી આશરે 5 કિમીની આસપાસ રહેશે. તેમજ રાત્રીના ભાગમાં પવનની ગતિ 6 કિલોમીટરની આસપાસ વધશે. તથા ઉત્તરાયણ પર્વે વાદળો છવાયલા રહેશે.

રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યુ

હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આ વખતની ઉત્તરાયણમાં પતંગ રસિયાઓની મજા બગડી શકે છે. આ વખતે ઉત્તરાયણમાં 14મી જાન્યુઆરીએ પવન જોરદાર રહેવાનો છે. તેવી હવામાન ખાતાની આગાહી કરતી સંસ્થાઓનો અંદોજો છે. ઠંડા પવનની અસર રાજ્યનાં મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 5થી 14 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 5.8 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *