પાંડવોની વચ્ચે દ્રૌપદીને લઈને કેમ નહોતો વિવાદ, હતું આ કારણ

મહાભારત એ પાંડવો અને કૌરવો વચ્ચેના પ્રેમ, ઘર્ષણ, ન્યાય, ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈની ગાથા છે. મહાભારતમાં પાંડવોની પત્નીનું સવિશેષ મહત્વ દર્શાવાયું છે. મહાભારતનું યુદ્ધનું કારણ પણ આ પાંડવ પત્ની દ્રૌપદી જ હોવાનું જણાવાયું છે. કહેવાય છે કે તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી કૌરવોનો નાશ નહિં થાય ત્યાં સુધી તે પોતાના કેશ(વાળ) નહિં બાંધે. દ્રૌપદીનું આ બીજુ પાસુ છે. જ્યારે એક પત્ની તરીકે તેને લઈને પાંડવો વચ્ચે ક્યારેય કોઈ વિવાદ નહોતો. તેમની સાથેનાં સંબંધોમાં દ્રૌપદીની ભૂમિકા એ તેનું પહેલું અને મુખ્ય પાસુ છે.

એક વાર ભગવાન શ્રીકૃષ્ણની પત્ની સત્યભામાએ દ્રૌપદીને આ વિશે પૂછ્યું હતું કે તે કેવી રીતે પાંચ પતિઓ વચ્ચે પ્રેમ રહે તે રીતે સુખ પૂર્વક રહે છે. ત્યારે દ્રૌપદીએ સત્યભામાને જે જવાબ આપ્યા હતા તે અત્રે પ્રસ્તુત છે.

પાંચ પુરુષો વચ્ચે એક પત્ની તરીકે રહેતી દ્રૌપદીને લઈને શા માટે પાંડવો વચ્ચે ક્યારેય વિવાદ નહોતો તે એક આશ્ચર્ય પમાડે તેવી વાત લાગે છે. જો કે આની પાછળ નારદજીને જવાબદાર માનવામાં આવે છે. નારદજીએ પાંચેય પાંડવો સાથે દ્રૌપદીના સહજીવનને લઈને કેટલાંક નિયમો બનાવ્યા હતા. જેનું પાલન બધાં જ કરતાં હતા. આ નિયમો અનુસાર જ્યારે એક ભાઈ દ્રૌપદીની સાથે એકાંતમાં રહે ત્યારે બીજો ભાઈ ન જઈ શકે. આ નિયમ જો તોડવામાં આવે તો 12 વર્ષ સુધી એકલા જંગલમાં બ્રહ્મચારી જીવનનું પાલન કરવું પડે તેમ નક્કી થયું હતું.

નિયમોને બાજુ પર મૂકીને વાત કરીએ તો દ્રૌપદી પણ પાંચેય પતિઓ વચ્ચે ગજબનું તાલમેલ રાખતી હતી. જેને કારણે દ્રૌપદીને લઈને ભાઈઓ વચ્ચે ક્યારેય વિવાદ નહોતો થતો. પ્રશ્ન એ છે કે એવું તો શું દ્રૌપદી કરતા હતા કે જેથી ભાઈઓ વચ્ચે ક્યારેય આ મામલે વિવાદ નહોતો થતો. તો ચાલીએ જાણીએ દ્રૌપદીના મેનેજમેન્ટ સ્કીલ વિશેની વાત..

દ્રૌપદીનું કહેવું છે કે સૌથી જરૂરી છે તમારું ચારિત્ર્ય. એ માટે તમારે એવી મહિલાઓથી બચવું જોઈએ કે જેનું ચારિત્ર્ય સારું ન હોય. દુષ્ચરિત્ર સ્ત્રીના સંપર્કથી તમારા ચારિત્ર્યને પણ દાગ લાગે છે. અને તેનાથી જીવનમાં તાલમેલ બગડે છે.

દ્રૌપદીનું માનવું છે કે છોકરીએ વધું સમય દરવાજે કે બારીએ ઉભા રહીને તાંકઝાંક ન કરવી જોઈએ. આ ટેવ ચારિત્ર્ય બગાડે છે. જે સ્ત્રી આ વાતનો ખ્યાલ રાખે છે તેના દાંપત્યજીવનમાં પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસનું વાતાવરણ આપમેળે બને છે.

દ્રૌપદીનું કહેવું છે કે પતિ માટે પ્રેમથી મોટું કોઈ શસ્ત્ર નથી. પતિને તેનાથી જ જીતવો જોઈએ, નહિં કે તંત્ર-મંત્ર કે ટૂચકાઓથી.

કોઈ પણ એવી વાત પતિ અને સંબંધીઓને ન કરવી જોઈએ કે જેનાથી તેમને તકલીફ પહોંચે. દ્રૌપદીનું કહેવું છે કે તે હમેંશા આ વાતનું વિશેષ ધ્યાન રાખે છે. વળી સ્ત્રીએ ક્યારેય પારિવારિક પક્ષપાત ન કરવો જોઈએ.

દ્રૌપદીનું કહેવું છે કે સ્ત્રી પારિવારિક સંબંધો વિશે પૂરી જાણકારી રાખવી જોઈએ. સંબંધોની વચ્ચે તાલમેલ રાખવા માટે આ વાત બેહદ જરૂરી છે.

જે સ્ત્રી પોતાના સાંસારિક જીવનમાં દ્રૌપદી પાસેથી શિખ મેળવીને આ રીતે વર્તે છે તેનું જીવન અવશ્ય સુખમય નિવડે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *