દુનિયામાં એવી ઘણી બધી જગ્યાઓ છે અને એવા અનોખા પ્રકારના લોકો છે જેમના વિશે જાણીને આપણને ભરોસો ના થાય. જે બાબતો આપણને સામાન્ય લાગે છે તે જગ્યાઓ પર બહુ મોટી વાત માનવામાં આવે છે.

જો ટ્રાઈબ્સની વાત કરીએ તો દુનિયામાં ઘણા પ્રકારની જાતિએ રહે છે. આ લોકો કા તો જંગલોમાં રહે છે અથવા બીહડ વિસ્તારોમાં. આ કબીલામાં રહેનારા લોકો કેટલીક એવી પરંપરાઓ અને નિયમોમાં માને છે જે જાણીને આપણે ચોંકી જઈએ.

એક સમુદાય એવો પણ છે જેમાં માત્ર મહિલાઓ જ રહે છે અને પુરુષોનો પ્રવેશ નિષેધ છે. એટલું જ નહી વગર પુરુષોના આવ્યે આ ગામમાં રહેતી મહિલાઓ પ્રેગનેન્ટ પણ થઇ જાય છે. તમને જણાવીએ છીએ કે ક્યાં છે આ ગામ અને શું છે તેની પૂરી કહાની.

૩૦ વર્ષથી ગામમાં નથી આવ્યો પુરુષ: કેન્યાનું એક ગામ છે ઉમોજા કે જે હમેશાથી પોતાના અનોખા નિયમને કારણે ચર્ચામાં રહ્યું છે. આ ગામની સૌથી ખાસ વાત તે છે કે અહી એકપણ મર્દ નથી. આ ગામમાં લગભગ ૨૫૦ મહિલાઓ રહે છે. આ ગામને ત્યાં રહેનારી ૧૫ મહિલાઓએ ૧૯૯૦ માં વસાવ્યું હતું. આ તે ૧૫ મહિલાઓ હતી જેમની સાથે સ્થાનિક બ્રિટીશ જવાનોએ રેપ કર્યો હતો.

પુરુષોથી થયેલા આ અત્યાચાર પણ આ સ્ત્રીઓએ વિચાર કર્યો અને ગામ પર પ્રતિબંધ લગાવી દીધો. વીતેલા ૩૦ વર્ષમાં એક પણ મર્દ આ ગામમાં પગ નથી મૂકી શક્યો.

ગામની પાદરે જ કાંટાળી વાડ રાખેલી છે. જો કોઈ પુરુષ આ વાડને ઓળંગવાની ભૂલ પણ કરે છે તો તેને સજા પણ આપવામાં આવે છે. જણાવી દઈએ કે આ ગામમાં રેપ, બાળ વિવાહ, ઘરેલું હિંસા અને ખતના જેવી ભયંકર હિંસા સહન કરનારી મહિલાઓ રહે છે.

આ ગામમાં આજના સમયમાં લગભગ ૨૫૦ મહિલાઓ અને ૨૦૦ બાળકો રહે છે. હવે લોકોના મનમાં સવાલ ઉઠે છે કે ગામમાં જયારે પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે તો મહિલાઓ બાળકોને જન્મ કેવી રીતે આપે છે? સાથે જ અત્યારસુધીમાં ૨૦૦ બાળકો આ ગામમાં જન્મી ગયા કેવી રીતે?

આ કારણથી ગર્ભવતી થાય છે મહિલાઓ: આ સવાલનો જવાબ ઉમોજા ગામની જોડે આવેલા ગામના પુરુષોએ આપ્યો જવાબ. તે ગામના એક વૃદ્ધનું કહેવું છે કે આ મહિલાઓને એવું લાગે છે કે તે પુરુષો વગર રહે છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

હકીકતમાં ગામની ઘણી બધી છોકરીઓ આ પુરુષોના પ્રેમમાં પડી જાય છે. ત્યારબાદ રાતના અંધારામાં આ પુરુષો ગામમાં પ્રવેશે છે અને સવાર થતા પહેલા પાછા આવી જાય છે.

દિવસના અજવાળામાં કોઇપણ પુરુષ ઉમોજા ગામમાં પ્રવેશી નથી શકતો. સૌથી ચોંકાવનારી બાબત તે છે કે આ પુરુષોના સબંધ ગામમાં ફક્ત એક મહિલા સાથે નહી પરંતુ ઘણી મહિલાઓ સાથે હોય છે. જેમકે આ ગામનો નિયમ છે કે અહી પુરુષ નથી આવી શકતા એટલે મહિલાઓ ખુલ્લેઆમ પોતાના સબંધો નથી સ્વીકારતી.

સાથે જ તે પણ ખબર પડી જાય છે કે કયા પુરુષ સાથે કઈ સ્ત્રીએ સબંધ બનાવ્યો છે. અહી ગર્ભનિરોધના પણ કોઈ સાધન નથી એટલે મહિલાઓ ગર્ભવતી થઇ જાય છે.

જો કે ગામની મહિલાઓ આ બાળકોનું પાલન પોષણ પણ પોતે જ કરે છે. જો છોકરીઓ છે તો તેમને ભણાવે છે અને કાબેલ બનાવે છે. આ ગામ ૩૦ વર્ષ પહેલા એ વાતને લઈને ચર્ચામાં આવ્યો હતો કે અહી મર્દ પ્રવેશ નથી કરી શકતા. આ કારણથી અહી પ્રવાસીઓ પણ આવે છે. ગામમાં એન્ટ્રી માટે ટુરિસ્ટ જોડેથી પૈસા પણ લેવામાં આવે છે.

સાથે જ ગામની મહિલાઓ ઘરેણા બનાવીને વેચે અને પૈસા કમાય છે. તેમનું કહેવું છે કે બહારની દુનિયા જોડેથી તેમને દગો મળ્યો છે એટલે તેઓ પોતાના જેવા લોકોને ભેગા કરીને સાથે રહેવાનું પસંદ કરે છે. આ અનોખા નિયમને લીધે આ ગામ હમેશા ચર્ચાનો વિષય રહે છે.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *