મોહજાળમાં ફસાવી આ અભિનેત્રી બોયફ્રેન્ડ પાસે કરવાતી આવું કામ

પોતાની સુંદરતાથી લોકોને પોતાની પાછળ દીવાના બનાવી દેતી હતી, જ્યારે કોઇ પૈસા વાળો તેના પર મોહીં જતો એટલે તેની પાસેથી પૈસા પડાવી લેતી હતી, પરંતુ આ હુસ્નપરી તમે વિચાર્યું પણ નહીં હોય તેટલી ખતરનાક છે. તે પૈસાવાળા લોકોને માત્ર પોતાના જાળમાં ફસાવતી જ નહોતી, પરંતુ તેમની હત્યા પણ કરાવી નાખતી હતી.

આ વાત છે એક સમયે પોતાની સુંદરતાને લઇને ખૂબજ ચર્ચામાં રહેલી મોડલ સિરમરન સૂદની. આ મોડલ દિલ્હીના એક એક્ટર-પ્રોડ્યુસર કુમાર કક્કડની હત્યા સીવાય ઘણી હત્યાના કેસમાં સંડોવાયેલી હતી. જ્યારે ખાસ વાત તો એ છે કે હત્યાના આ લોહીયાણ ખેલમાં તેનો એક સાથી પણ હતો કે જે આ હત્યામાં તેની સાથે કામ કરતો હતો. આ વ્યક્તીનું નામ છે વિજય પ્લાંડે.

જોકે વિજય પ્લાંડે જ આ ખેલનો માસ્ટર માઇન્ડ છે. પ્લાંડે પર ત્રણ હત્યા કરવાનો આરોપ છે. પેજ-3 અને આઇપીએલની ચમકદાર પાર્ટીઓમાં પોતાની અદાઓનો જાદૂ ચલાવીને અમીર લોકોને પોતાના જાળમાં ફસાવીને તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતી આ મોડેલ, બોલીવુડમાં નામ કમાવવાના ઇરાદેથી પોતાનું ઘરબાર છોડીને મુંબઇ આવી ગઇ હતી.

અગાઉ કરણ કક્કડની હત્યાના કેસમાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે વર્ષ 1998માં એર ઇન્ડિયાના એન્જિનિયર અનૂપ દાસ અને તેના પિતા સ્વરાજ રંજન દાસની હત્યામાં પણ સિમરન અને પ્લાંડેની સંડોવણી હતી અને તેમની હત્યા પણ હનીટ્રેપની મદદથી કરવામાં આવી હતી.

સિમરન અને પ્લાંડે સાથે મળીને અમીર લોકોને લૂંટવાના પ્લાન બનાવતા હતા, બન્ને જણા સાથે મળીને જ નક્કી કરતા હતા કે કોને શિકાર બનાવવો. સિમરન આવી મોટી-મોટી પાર્ટીમાં જઇને પૈસાવાળા લોકોને ટાર્ગેટ કરતી અને પોતાના જાળમાં ફસાવતી હતી. પાછળથી આ અમીર લોકોની માહિતી પ્લાંડેને આપતી હતી. સિમરન અને પ્લાંડેએ વર્ષ 1998માં એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. વર્ષ 2002માં એક હત્યાના કેસમાં જેલામાં ગયેલા પ્લાંડે જામન પર છૂટ્યો હતો અને ત્યારથી તે ફરાર થઇ ગયો હતો. જોકે ત્યાર પછી અનેકવાર તે સિરમન સાથે સંપર્કમાં રહ્યો હતો.

સિમરન અમીર લોકોને પહેલા તેની સુંદરતાથી ફસાવતી હતી અને પછી તેની મુલાકાક વિુજય પ્લાંડે સાથે તેના ભાઇ તરીકે કરાવતી હતી. પછી પ્લાંડે તે વ્યક્તિને પોતાના વિશ્વાસમાં લઇ લેતો હતો અને તેમની પાસેથી પૈસા પડાવી તેમની હત્યા કરી નાખતો હતો. વર્ષ 2012માં પોલીસ દ્વારા સિમરન અને વિજય પ્લાંડેની કરણ કક્કડની હત્યા કેસમાં ધરપકડ કરી હતી.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *