મારા પતિના ખાસ દોસ્તે મારી જોડે બળજબરી કરી હવે મને મારા મનમાં આ એક બીક…..

પ્રશ્ન: શું મુખમૈથુનથી સ્ત્રી કે પુરુષના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે? અમારાં લગ્નજીવનમાં તે જાતીય સુખનો એક ભાગ બની ગયું છે. આથી મને ખૂબ ડર લાગે છે.
એક પુરુષ (સુરત)

ઉત્તર: જો પતિ-પત્ની વ્યક્તિગત સ્વચ્છતા જાળવે અને આ માટે બન્ને સ્વીકૃતિ હોય, તો મુખમૈથુન કરવામાં કોઈ વાંધો નથી.

પ્રશ્ન: હું 28 વર્ષની પરિણીત મહિલા છું. હું અને મારા પતિ અમારી બંનેની નોકરીના કારણે જુદાં જુદાં શહેરમાં રહીએ છીએ. તેઓ માત્ર મહિને બે મહિને જ આવી શકે છે. આ દરમિયાન એક દિવસ એક ભયંકર દુર્ઘટના બની ગઈ. જેની મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી.એમની ગેરહાજરીમાં એમના એક મિત્ર અમારા ઘરે આવ્યા અને મારી સાથે બળજબરી કરી.

હું ત્યારથી ઘણી દુ:ખી છું. મારા મનમાં વારંવાર બે પ્રકારની શંકા ઉદ્ભવે છે. પહેલી એ કે ક્યાંક આ દુર્ઘટનાના કારણે મને એઇડ્સ ન થઈ જાય અને બીજી એ કે શું મારે આ અંગે મારા પતિને તમામ વાત જણાવી દેવી જોઈએ.મને ડર લાગે છે કે ક્યાંક મારા પતિને આ વાત જણાવી દેવાથી મારું ઘર તૂટી ન જાય. જોકે હું શારીરિક રીતે સંપૂર્ણ સ્વસ્થ છું અને આ ઘટના બન્યાંને લગભગ એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે.
એક પરિણીતા

જવાબ: આ પ્રકારની એકવારની દુર્ઘટનાથી એચ.આઈ.વી.નો ચેપ લાગવાની આશંકા ઘણી ઓછી છે. તેમ છતાં તમારી શંકાનું સમાધાન કરવાનો એક રસ્તો એ છે કે તમે કોઈ મોટા સરકારી દવાખાનામાં અથવા પ્રાઇવેટ ક્લિનિક લેબોરેટરીમાં જઈને એચ.આઈ.વી. માટે બ્લડ ટેસ્ટ કરાવી લો. આ તપાસ સંપૂર્ણપણે ગુપ્ત રીતે કરવામાં આવે છે. એનું પરિણામ તમે એજ દિવસે અથવા બીજા દિવસે મેળવી શકો છો.

આ સાથે તમારે તમારી સુરક્ષા માટે યોગ્ય પગલાં ભરવા પડશે, જેથી બીજીવાર આવી દુર્ઘટના ન બને. જો તમારા પતિની અને બાળકોની ગેરહાજરીમાં કોઈ પારકો પુરુષ તમારા ઘેર આવે તો એનું સ્વાગત કરવાના બદલે બહારથી જ વિદાય કરી દો. દુર્ઘટનાને એટલો સમય પસાર થઈ ગયો છે કે એને એક ખરાબ સ્વપ્ન માનીને ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *