મારા પતિ બહારગામ રહે છે મેં હમણાં તેમના મિત્ર સાથે સમાગમ માણ્યું, તો શું એની….જાણો એક મહિલાની અજીબ સમસ્યા

પ્રશ્ન: મારા પતિ કામને કારણે મોટેભાગે શહેરની બહાર રહે છે. કેટલાક દિવસો પૂર્વે મારી મુલાકાત મારા એક જૂના મિત્ર સાથે થઇ હતી અને અમારી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. મારા પતિને આ વાતની જાણ થશે એ વાતનો હવે મને ડર લાગે છે. – એક મહિલા (મુંબઇ)

કોઇ મહિલાના કોની સાથે સંબંધ હતા એ વાત તે પોતે કહે નહીં ત્યાં સુધી કોઇ જાણી શકતું નથી. આ માટેના કેટલાક મેડિકલ ટેસ્ટ છે અને આ ટેસ્ટ પણ સંબંધ બન્યા પછીના અમુક કલાક દરમિયાન જ કરાવવામાં આવે તો જ ખબર પડે છે. આથી ચિંતા છોડી દો. હા, તમારો અપરાધબોજ કે સંભોગ દરમિયાન ડર કે તણાવ તમારા પતિના મનમાં શંકા ઉત્પન્ન કરી શકે છે. હવે આ ઘટનાનું પુનરાવર્તન થાય નહીં એ વાતનું ધ્યાન રાખજો.

પ્રશ્ન: મારી ઉંમર ૪૫ વર્ષની છે અને મારું માસિક હવે અનિયમિત થઈ ગયું છે. થોડા અઠવાડિયાં પહેલાં છાતી અને પીઠમાં ડાબી બાજુ દુખાવો થયો હતો. ડોક્ટરે જોયા પછી ઈ.સી.જી. કરાવ્યો હતો અને કહ્યું હતું કે આઇ.એચ.ડી. સાથે એલ.બી.બી.બી. પણ છે.ત્યારથી આના માટે દવાઓ પણ લઈ રહી છું, પરંતુ આઈ.એચ.ડી. અને એલ.બી.બી.બી.નો શું અર્થ થાય છે અને તે કેવી રીતે દૂર કરી શકાય છે તે વિશે હું જાણતી નથી. શું માસિકની અનિયમિતતા સાથે તો આનો કોઈ સંબંધ નથી ને ? એક સ્ત્રી (કલોલ)

ઉત્તર: આઈ.એચ.ડી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ અને એલ.બી.બી.બી. લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક નામની હૃદયરોગ દર્શાવનારી ટેક્નિક છે. જેનો માસિક સાથે કોઈ સંબંધ નથી. ઇસ્કેમિક હાર્ટ ડિસિઝ હૃદયના સ્નાયુઓને પોષણ આપનારી કોરોનરી ધમનીઓમાં સંકોચન થવાથી ઉદ્ભવે છે. આનાથી એન્જાઈનાનો દુખાવો થઈ શકે છે અને બેદરકારી રાખવાથી હૃદયરોગનો હુમલો પણ આવી શકે છે.

આ રોગથી છુટકારો મેળવવા માટે ઉચિત એ રહેશે કે તમે કોઈ હૃદયરોગ નિષ્ણાતની દેખરેખ હેઠળ તમારું સંપૂર્ણ ચેકઅપ કરાવો જેથી રોગની ગંભીરતા બરાબર સમજી શકાય. યોગ્ય સારવાર માટે તમારે તમારી લાઇફ સ્ટાઇલ બદલવા પર પણ ધ્યાન આપવું જોઈએ. ખાવાપીવામાં જરૂરી ફેરફાર, હૃદયની અવસ્થા ધ્યાનમાં રાખીને શારીરિક કસરત, તાણ ઘટાડવા માટે યોગ્ય મનોરંજન તથા બી.પી. અને બ્લડ શુગર પર સતત ધ્યાન આપવું લાભદાયક બને.લેફ્ટ બંડલ બ્રાન્ચ બ્લોક એ હૃદયના સ્નાયુઓમાં રહેલી સ્વાભાવિક લય પ્રક્રિયામાં ઊભો થયેલો વિશેષ અવરોધ છે.

આ ઘણા કારણસર ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ એક શક્યતા એવી પણ છે કે આઇ.એચ.ડી.નો જ ભાગ હોય અને કોઈ પણ સમયે હૃદયના સ્નાયુઓને ઈજા પહોંચાડવાથી ઉત્પન્ન થયો હોય. રજો નિવૃત્તિનો સમય નજીક આવે ત્યારે ઇસ્કેમિક હૃદયરોગ થવાની શક્યતા વધી જાય છે. તેથી તમારા માટે એ ખૂબ જરૂરી છે કે તમે તમારા રોગ પ્રત્યે સજાગ રહો અને તેને વકરવા ન દો. ઉપરાંત તમારા ડોક્ટરને રોગ વિશે જરૂરી સવાલ પૂછવાની ટેવ પાડો જેથી તમે તમારા સ્વાસ્થ્યની વધુ કાળજી લઈ શકો.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *