મંગળદોષ શનિદોષ દૂર કરે છે પીપળો, ચડાવો રોજ સાંજે દૂધ

ભગવત ગીતામાં ભગવાને સ્વયં કહ્યું છે કે પીપળામાં તેમનો વાસ છે. તેથી એકમાત્ર પીપળાને જ દેવવૃક્ષ માનવામાં આવે છે. જે વ્યક્તિ નિયમિત રીતે પીપળના વૃક્ષની પૂજા કરે છે તેના પર દરેક દેવી-દેવતા પ્રસન્ન રહે છે. પીપળામાં રોજ જળ ચડાવવાથી પણ કુંડળીના અનેક અશુભ મનાતા યોગનો પ્રભાવ દૂર થઈ જાય છે. પણ જો પીપળામાં દૂધ ચઢાવવામાં આવે તો ચમત્કારિક પરિણામો મળે છે. આજે જાણીએ પીપળાના કેટલાંક ઉપાયો વિશે….

1. શનિની સાડાસતી અથવા ઢૈયા ચાલતી હોય તો પીપળાની પૂજા કરવી જોઈએ. તેનાથી શનિનો દૂષ્પ્રભાવ દૂર થઈ જાય છે. નિયમિત રીતે પીપળાની પ્રદક્ષિણા કરવામાં આવે તો કાલસર્પ દોષમાંથી પણ મુક્ત થઈ શકાય છે.

2. શાસ્ત્રોમાં દર્શાવાયું છે કે જે વ્યક્તિ પોતાના ઘરમાં પીપળાનું વૃક્ષ વાવે છે તેના જીવનમાં કોઈપણ પ્રકારના દુ:ખ આવતાં નથી.

3. પીપળાનું ઝાડ જો કુદરતી રીતે જ તમારા ઘરની આસપાસ ઉગે તો તેને નિયમિત રીતે પાણી ચડાવવું. આ એક શુભ શુકન છે, આ વૃક્ષ જેમ જેમ મોટું થાય છે તેમ તેમ તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ વધતી જશે.

4. જો કોઈ પીપળા નીચે શિવલિંગ હોય તો તેની નીચે રોજ દીવો પ્રજ્વલિત કરવો જોઈએ. તેનાથી ગ્રહદોષ દૂર થઈ જશે.

5. સવારે રોજ પીપળાને પાણી ચડાવી અને તેની સાત પ્રદક્ષિણા કરવી અને સાંજના સમયે ત્યાં દીવો કરવો. આ ઉપાય શનિદોષને દૂર કરવા માટે રામબાણ છે. ઉપરાંત પીપળા નીચે બેસી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી પણ ચમત્કારી ફળ મળે છે.

6. પિતૃ શાંતિ માટે અમાસ પહેલા આવતી ચૌદશ પર પીપળાના ઝાડમાં દૂધ ચડાવવું.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *