મહેસાણાની ચોંકાવનારી ઘટના, શૌચાલયનો ઝઘડો છૂટાછેડા સુધી પહોંચ્યો!

થોડા સમય પહેલા અક્ષય કુમારની એક ફિલ્મ ‘ટોયલેટ એક પ્રેમકથા’ આવી. જેના ફળ સ્વરૂપ થોડા સમય પહેલા ગાંધીનગરમાં પણ એક દંપતિ વચ્ચે શૌચાલયને લઈને કંકાસ શરૂ થયો હતો. આ વિવાદ કોર્ટ સુધી પહોંચ્યો અને પછી તેમના છૂટાછેડા થયા હતા, આ સાથે કોર્ટે પતિને પત્નીને ભરણ પોષણ આપવા પણ કહ્યું હતું.

દંપતિ વચ્ચે શૌચાલયને લઈને થઈ માથાકૂટ

જ્યારે યુવતીના માતા પિતાએ તેના માટે મુરતિયો શોધવાનું શરૂ કર્યું અને પરિવારો ભેગા થઈને સાટા પાટામાં લગ્ન કરવાનું નક્કી કરી રહ્યા હતા ત્યારે સુખી અને સંપન્ન સાસરીમાં શૌચાલય ન હોવાથી થોડું વિચિત્ર અનુભવાયું. પણ થોડા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવાનું વચન પણ અપાયું હતું. બાદમાં લગ્ન બાદ પણ આ સમસ્યા કાયમ રહી. થોડો સમય યુવતીએ એડજેસ્ટ કર્યું પણ પછી વાયદો પૂરો ન થતાં તે વાત કંકાસમાં ફેરવાઈ. આ પછી કંકાસ બાદ મારઝૂડ શરૂ થઈ અને પછી સાટા પાટાના લગ્નમાં 2 દંપતિ વિખૂટા પડ્યા. હવે બંને પરિવારો અલગ રહે છે છતાં સમાધાનની રકમ દર મહિને આપે છે.

કોર્ટે જાહેર કર્યો આ હુકમ

આટલી મોટી માથાકૂટ બાદ અને દંપતિના અલગ થયા બાદ પણ સાસરીમાં શૌચાલય ન બનવાના કારણે કોર્ટે ભરણપોષણ આપવાની સૂચના આપી છે અને સાથે જ યુવતીએ ઘરેલૂ હિંસાનો કેસ પણ દાખલ કર્યો છે. 3 વર્ષની કાયદાકીય લડાઈ બાદ ગાંધીનગર કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા છે અને દર મહિને પતિને 6000 રૂપિયાનું ભરણ પોષણ આપવાનો આદેશ આપ્યો છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *