લોભીયાના ગામમાં ધુતારાઓ ભૂખે ન મરે, આ રાશિના જાતકો હોય ખુબજ લોભી ચમડી તુટે પણ દમડી ન છુટે

આપણે ત્યાં એક કહેવત છે કે જ્યાં લોભીયા રહેતા હોય તે ગામમાં ધુતારાઓ ભૂખ્યા ન મરે એટલે કે તેમને લોભ એટલે ઘેરી લે કે તેની સાથે કોઇ ઢગાઇ કરે તો પણ તે લાલચમાં આવી જાય. આવીજ વૃત્તિ ધરાવતા આ ત્રણ રાશિના જાતકો ખુબજ લોભી હોય. તેમના હાથમાંથી પૈસા પડાવવા ખુબજ કઠોર અને મુશ્કેલ કામ છે. તો આજે આપણે આવીજ રાશિના જાતકોની વાત કરીએ જેઓ ખુબજ લોભી સ્વભાવના હોય.

મેષ રાશિ
આ રાશિના જાતકો ખુબજ લોભી હોય છે. તેમની વૃત્તિ એવી હોય છે કે તેઓ પૈસાની બાબતમાં સતત ગણતરી કર્યા કરે. આ રાશિના જાતકો બીજા પર તો બહુ ખર્ચ ન કરે પણ તેના માટે ખર્ચ કરવાનો આવે તો પણ તેમની ના જ હોય. તેમને પૈસા એટલા વહાલા લાગે કે તે કંજૂસ બનીને ફરે. તેમને કોઇ પૈસાનો વ્યય કરે તો ન ગમે. તેને દરેક વસ્તુઓમાં ચલાવી લેવાનું મન રહે. જો કોઇ ભૂલથી તેમની પાસેથી પૈસા માગે તો આ જાતક ક્યારેય પૈસા ન કાઢે.

ધન રાશિ
આ રાશિના જાતકો ખુબજ લોભી હોય હા બીજાના પૈસે જો જલસા કરવા મળે તો કોઇને ન છોડે. તેમને બહાર ફરવાનું, જમવાનું બહુ જ ગમે પણ જો પૈસા કાઢવાના આવ્યા તો તેમનો જીવ ન ચાલે. મફતમાં તાતા થૈયા કરવામાં આ રાશિના જાતક નંબર 1 પર આવે. આ રાશિના જાતક કોઇને મદદ ન કરે સ્વાર્થી એટલા હોય કે પૈસાને જ મહત્વ આવે.

કર્ક રાશિ
આ રાશિના જાતકો એટલા લોભી હોય કે કોઇ તેમની વસ્તુઓ વાપરી ન શકે. તેને કોઇને પણ પૈસા આપવા ન ગમે. હું પૈસાનો દાસને પૈસા મારા પરમેશ્વર આ જ તેમના માટે જીવન મંત્ર. તેમના માટે સંબંધો કરતા વધારે પૈસા હોય છે.

તેમની લાલચ ઘણી વખત એટલી હાવી થઇ જાય કે તે પોતાના નજીકના સંબંધી કે મિત્રને પણ પૈસાના મામલે સાથ ન આપે. જો કે આ રાશિના જાતકોને કોઇ લાલચ આપો તો તરત પૈસા ખરચી નાખે આવા લોકોને તમે સરળતાથી મુર્ખ બનાવી શકો.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *