લાઈમલાઈટથી દુર રહે છે મુકેશ અંબાણીના સાળી મમતા દલાલ, આવી રીતે કામ કરીને ચલાવે છે ઘર..

મુકેશ અંબાણીની ગણતરી દુનિયાના સૌથી અમીર લોકોમાં થાય છે. ભારતમાં તો તે નંબર વન છે જ. મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પત્ની નીતા અંબાણી, પુત્ર આકાશ અંબાણી, દીકરી ઇશા અંબાણી, નાનો પુત્ર અનંત અંબાણી અને ભાઈ અનીલ અંબાણી વગેરેને સૌ કોઈ જાણે છે. આ બધા લાઈમલાઈટમાં રહે છે પરંતુ નીતા અંબાણીનો પરિવાર લાઈમલાઈટ પસંદ નથી કરતો. તે લોકો મીડિયાથી અંતર રાખવાનું પસંદ કરે છે. તેવામાં આજે અમે તમને મુકેશ અંબાણીના સાળી એટલે કે નીતા અંબાણીના બહેન વિશે જણાવી રહ્યા છીએ.

નીતા અંબાણીના નાના બહેનનું નામ મમતા દલાલ છે. તેઓ નીતા અમ્બાનીથી ઉંમરમાં ૪ વર્ષ નાના છે. તેમના પિતા રવિન્દ્રભાઈ દલાલ અને માં પૂર્ણિમા દલાલ છે, આ બધા લોકો અંબાણી ફેમિલીથી વિપરીત એક સાધારણ જિંદગી જીવે છે. નીતા અંબાણીના બહેન મમતા દલાલ વ્યવસાયે એક ટીચર છે. આમ તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે લગ્ન પહેલા નીતા અંબાણી પણ એક ટીચર હતા. અંબાણી પરિવારના વહુ બનતા પહેલા કેટલાક વર્ષો સુધી તેઓ સ્કુલમાં ભણાવતા રહેતા હતા.

નીતા અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલના સંસ્થાપક છે. આ સ્કુલમાં તેમના બહેન મમતા પ્રાઈમરી ટીચર છે. આમ તો ટીચર હોવાની સાથે સાથે તેઓ સ્કુલનું મેનેજમેન્ટ પણ જુએ છે. મમતા શાહરૂખ ખાનથી લઈને સચિન તેન્દુલકરના છોકરાઓ સુધીને ભણાવી ચુક્યા છે.

એક ઈન્ટરવ્યુંમાં તેમણે જણાવ્યું હતું કે શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન અને સચિન તેન્દુલકરના પુત્ર અર્જુન તેન્દુલકર મારા સ્ટુડન્ટ રહી ચુક્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મારા માટે બધા જ વિદ્યાર્થીઓ સમાન હોય છે. હું કોઈને સ્પેશીયલ ટ્રીટમેન્ટ નથી આપતી. ભણવા સિવાય હું વિદ્યાર્થીઓને વર્કશોપ અને ફીઝીકલ એક્ટીવીટીઝ પણ કરાવું છું.

શી વોક્સ, શી લીડ્સ એક પુસ્તક છે કે જે નીતા અંબાણી પર લખાયું છે. આ પુસ્તકમાં કહેવાયું છે કે નીતા અંબાણીના પિતાને લાઈમલાઈટથી દુર રહેવું પસંદ છે. બસ આ આદત તેમની નાની બહેન એટલે કે નીતાની બહેન મમતા દલાલને પણ લાગી ગઈ. મમતા દલાલ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશના લગ્નમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, ઈશા અંબાણીના લગ્નમાં તેમની પોતાની બહેન નીતા સાથે એક વિડીયો પણ વાયરલ થયો હતો.

તમને જાણીને નવાઈ લાગશે કે મમતા દલાલ ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના કપડાની મોડલ પણ રહી ચુકી છે. મમતા પોતાના બહેન નીતાના પરિવાર સાથે સારા સબંધ ધરાવે છે. એક ઈન્ટરવ્યુંમાં ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે મને અને મારા ભાઈ બહેનોને મોટા કરવામાં માસી મમતા દલાલનો મહત્વનો રોલ રહ્યો છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *