ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જોંગ ઉનની મિસાઇલો અને પરમાણુ બોમ્બ માટેની ગાંડી ઘેલછાને કારણે દુનિયાભરમાં દહેશત જોવા મળે છે. ત્યારે હવે આ તરંગી સરમુખત્યારના નામથી બજારમાં પણ ગરમાવો આવ્યો છે. હવે માર્કેટમાં કિમ જોંગ ઉનની તસવીર ધરાવતા કોન્ડોમ, અંડરવિયર, સેક્સ ટોઇઝ અને કેલેન્ડર આવ્યા છે અને તમે તેની ઓનલાઇન ખરીદી પણ કરી શકો છો. કિમ જોંગ ઉનની તસવીરો ધરાવતી આ વસ્તુઓને અમેરિકાની ઓનલાઇન કંપની કાફેપ્રેસની વેબસાઇટ પરથી ખરીદી શકાય છે.
કંપનીનો દાવો છે કે કિમ જોંગ ઉનના નામે નિર્મિત આ પ્રોડક્ટ્સની ગુણવત્તા ખૂબ સારી છે. કિમ જોંગ ઉન અંડરવિયરમાં 100 ટકા રિંગસ્પૂન કોટનનો ઉપયોગ કરાયો છે. તેને પહેરનારી વ્યક્તિ પોતાને વધારે નોટી અનુભવશે. જ્યારે કોન્ડોમ વેચનારી એક વેબસાઇટે કિમ જોંગ બૂમ નામે એક કોન્ડોમ માર્કેટમાં ઉતાર્યું છે.
કિમ જોંગ ઉનની પરમાણુ મિસાઇલ સાથેની તસવીર છપાઈ
કોન્ડોમ પર સરમુખત્યારની હસતી તસવીર છપાયેલી છે અને તેની નીચે બૂમ લખેલું છે. આ કોન્ડોમની ડિટેઇલમાં લખ્યું છે કે સર્વોચ્ચ નેતાને તેમના નવા બૂમ કોન્ડોમ સાથે સેલિબ્રેટ કરો. તેમાં લખ્યું છે કે રિસર્ચથી જાણવા મળ્યું છે કે જો કોન્ડોમનો યોગ્ય રીતે ઉપયોગ કરાય તો ગર્ભનિરોધકમાં તે 98 ટકા અસરકારક છે. રિસર્ચમાં આ પણ જાણવા મળ્યું છે કે ઉત્તર કોરિયા મિસાઇલ લોન્ચ કરવામાં 98 ટકા અસરકારક છે
માર્કેટમાં ઊતર્યા સેક્સ ટોઇઝ
કિમ જોંગ ઉનની થીમ વાળા સેક્સ ટોઇઝ પણ બજારમાં આવી ગયા છે. જેના માટે તમારે 2 હજારનો ખર્ચ કરવો પડશે. તેની પર કિમ જોંગની પરમાણુ મિસાઇલોની તસવીર છપાયેલી છે. તો કિમ જોંગ ઉનના નામ સાથે 2022નું કેલેન્ડર પણ આવ્યું છે.