કારમાં રોમાન્ય કરતા કપલને થયો કડવો અનુભવ, જાતે જ બોલાવવી પડી પોલીસ

આ અજીબોગરીબ ઘટના ડર્બીશાયર, યુકેની છે. જ્યાં એક કપલ કારમાં રોમાન્સ કરી રહ્યું હતું. પરંતુ પ્રેમના આ ઉત્સાહમાં, તેમની સાથે એવી ભૂલ થઈ કે તેમના જીવનનો અંત આવી ગયો હતો અને મદદ માટે પોલીસને બોલાવવી પડી.

અહેવાલો અનુસાર, યુકે દંપતી તેમની ટોયોટા યારિસ કારમાં સાંજે નિર્જન રસ્તા પર રોમાંસ કરી રહ્યા હતા. પછી ભૂલથી કારની હેન્ડબ્રેક દબાઈ ગઈ. જ્યારે આ કાર એક ઢાળ પર ઉભી હતી અને બ્રેક છુટવાને કારણે ઢાળથી નીચે પટકાઈ અને એક બાજુ પલટી ગઈ હતી.

કાર પલટી જવાને કારણે સાકળો રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો. વળી, કાર એવી રીતે પલટી ગઈ કે દંપતી માટે કારમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું.

પોલીસ એકમે ટ્વિટર પર લખ્યું, ‘દંપતીએ તેમની ટોયોટા યારિસ કાર ડર્બીશાયરમાં અજાણ્યા સ્થળે પાર્ક કરી હતી. જ્યાં તેઓ તેમના સંબંધોને મજબૂત બનાવી રહ્યા હતા.

પોલીસે કહ્યું કે સંબંધ બનાવતી વખતે કારની હેન્ડબ્રેક હટી ગઈ, જેના કારણે તે પલટી ખાઈ ગઈ. સદનસીબે અકસ્માતમાં દંપતીને કોઈ ઈજા થઈ ન હતી. આ મામલો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં લોકો કપલ વિશે રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *