સામાન્ય રીતે, મોટાભાગના પુરુષો જાતીય સંતોષ માટે હસ્તમૈથુન કરે છે. અમ તો હસ્તમૈથુન કરવાથી શિશ્નને કોઈ પણ રીતે શારીરિક નુકસાન થતું નથી પરંતુ જો તે વધુ પડતું કરવામાં આવે છે, તો તે પાર્ટનર સાથેના તમારા જાતીય સંબંધોને અસર કરે તેવી શક્યતા છે. ઘણી વખત લોકોને હસ્તમૈથુન કરવાની આદત પણ પડી જાય છે, જેના કારણે કોઈની સાથે સંબંધ બાંધવો તેમના માટે બહુ સંતોષકારક નથી થઇ શકતો.

હસ્તમૈથુન કાલ્પનિક ઈચ્છાઓને જન્મ આપે છે: જો કોઈ વ્યક્તિ ઘણી વખત હસ્તમૈથુન કરે છે અથવા તેનું વ્યસની છે, તો તે તેની જાતીય પસંદગીમાં સમસ્યા સૂચવે છે. તો બીજીતરફ તે સેક્સ સંબંધિત તે કાલ્પનિક ઇચ્છાઓને જન્મ આપે છે, જે તે તેના જીવનસાથી પર પૂર્ણ કરવાની અપેક્ષા રાખે છે.

તેવી સ્થિતિમાં પાર્ટનર સાથેના સંબંધોમાં ઘણી સમસ્યાઓ પણ ઊભી થાય છે, જે પછીથી અલગ થવાનું કારણ બને છે. સેક્સ્યુઅલ ડ્રાઈવ બતાવે છે: જો કોઈ વ્યક્તિ વધુ વખત હસ્તમૈથુન કરે છે, તો તેનો સીધો સંબંધ તેની હાઈ સેક્સ ડ્રાઈવ સાથે થાય છે, જે તે તેના પાર્ટનર સાથે પૂરી નથી કરી શકતો.

હસ્તમૈથુન ક્યારે વ્યસન બની જાય છે?આ પ્રશ્નનો કોઈ સાચો જવાબ નથી. રોજ હસ્તમૈથુન કરવું કેટલાક પુરુષો માટે સામાન્ય હોઈ શકે છે, જ્યારે અન્ય લોકો માટે તે અતિશય હોઈ શકે છે.

જ્યાં સુધી હસ્તમૈથુન તમારા ઊર્જા સ્તરને અસર કરતું નથી અને તમારા રોજિંદા જીવન અને પ્રવૃત્તિઓમાં દખલ નથી કરતું તે તમારા માટે સારું છે. જો કે, કેટલાક સેક્સ નિષ્ણાતો રોજિંદા હસ્તમૈથુનને વધુ પડતો માને છે. રોજના હસ્તમૈથુનથી નબળાઈ, થાક, શીધ્ર સ્ખલન થઈ શકે છે.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *