હાં માલધારી..!! દૂધ વેચવા ખરીદ્યું 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર, ખેતરમાં બનાવ્યો પાયલોટ રૂમ અને હેલિપેડ.. જાણો

જો તમને નોકરી ના મળે તો દૂધ વેચવાનું શરૂ કરો.’ આ વાક્ય સાંભળીને એક ભણેલો છોકરો નારાજ થઈ શકે છે’. તે તમને કહેશે કે ‘શું હું હવે દૂધવાળો બની જાઉં ? હું આવા નાનામોટા કામ નહિ કરું? ‘ પણ દીકરા, કોઈ પણ કામ નાનું કે મોટું હોતું નથી. જો તમે તમારું કામ મન લગાવીને કરો છો, તો તમે તેમાં પણ ઘણા પૈસા કમાઈ શકો છો. હવે આ દૂધવાળાને જ લઈ લો જેણે પોતાના દૂધના વ્યવસાય માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું છે.

અમે તમને દેશના સૌથી ધનિક દૂધવાળાનો પરિચય આપવા જઈ રહ્યા છીએ. તેનું નામ જનાર્દન ભોઈર છે. તે મહારાષ્ટ્રના ભિવંડીમાં રહે છે. તે દૂધનો વેપારી અને ખેડૂત છે. આ સિવાય તેનો રિયલ એસ્ટેટનો વ્યવસાય પણ છે. તેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે. તેઓએ દૂધ વેંચીને અને ખેતી કરીને આ બધુ બનાવ્યું છે.

થોડા સમય પહેલા જનાર્દન ભોઇરે પોતાના દૂધનો વ્યવસાય વધારવા માટે 30 કરોડ રૂપિયાનું હેલિકોપ્ટર ખરીદ્યું હતું. સામાન્ય રીતે અંબાણી અને અદાણી જેવા અબજોપતિ બિઝનેસમેન પોતાની સાથે ખાનગી હેલિકોપ્ટર રાખે છે, પરંતુ દૂધવાળાનું હેલિકોપ્ટર ખરીદવું પોતાને જ ચોંકાવનારા સમાચાર છે.

ખરેખર, દૂધના ધંધાર્થી જનાર્દન ભોઇરને પોતાના વ્યવસાયના સંબંધમાં દેશના ઘણા રાજ્યો અને વિદેશોમાં જવું પડે છે. મુસાફરી કરવામાં ઘણો સમય બરબાદ થાય છે. તેનો સમય બચાવવા માટે, તેણે એક હેલિકોપ્ટર ખરીદ્યું છે. એટલું જ નહીં, તેણે પોતાની 2.5 એકર જમીનમાં હેલીપૈેડ પણ બનાવ્યો છે. આ ઉપરાંત અહીં પાઇલટનો રૂમ અને ટેક્નિશિયનનો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. હેલિકોપ્ટર માટે રાઉન્ડ સ્ટ્રીપ્સ અને અન્ય વસ્તુઓ પણ બનાવવામાં આવી છે.

જ્યારે જનાર્દન ભોઈર પહેલી વાર હેલિકોપ્ટર લાવ્યા હતા. ત્યારે તેને જોવા માટે આસપાસ લોકોનું ટોળું ભેગું થયું હતું. ગામના દરેક વ્યક્તિ તેની અંદર બેસવા માંગતા હતા. આમ તો જનાર્દન ભોઈર પણ ઘણા લોકોને પોતાના હેલિકોપ્ટરમાં ફરવા લઈ ગયા છે. મહિનાના 15 દિવસ ડેરી વ્યવસાયને કારણે જનાર્દન પંજાબ, ગુજરાત, હરિયાણા, રાજસ્થાન જતા રહે છે. તે જ સમયે, તે રિયલ સ્ટેટના કામ સાથે પ્રવાસ રહેતો. હવે તેમના પોતાના હેલિકોપ્ટર હોવાથી તેઓ ઘણો સમય બચાવે છે.

તે જોવું રસપ્રદ છે કે એક તરફ રાજ્ય સરકારો દૂધ ઉત્પાદન વધારવા માટે ખેડૂતોને સબસિડી આપી રહી છે. બીજી બાજુ કેટલાક દૂધના વેપારીઓ ટેક્નિકલ વસ્તુઓની મદદ લઈને દૂધનું ઉત્પાદન વધારી રહ્યા છે. આજકાલ, એટલી આધુનિક ટેકનોલોજી આવી ગઈ છે કે દૂધ દોહવાથી લઈને ગ્રાહકના વાસણ સુધી પહોંચાડવા અને કોઈપણ કામ હાથ વગર કરવામાં આવે છે. આ આધુનિક ટેકનોલોજી જનાર્દનની ડેરીમાં પણ ઉપલબ્ધ છે. તેમની ડેરીમાંથી દૂધ હજારો લોકો સુધી પહોંચે છે.

હું આશા રાખું છું કે આ દૂધ વેપારીની વાર્તા સાંભળીને પણ તમને પ્રેરણા મળી હશે. અમે એવું નથી કહી રહ્યા કે તમારે પણ આજથી જ દૂધ વેચવાનું શરૂ કરવું જોઈએ. બસ આ વાત સમજી લો કે જો તમે મહેનત અને દિમાગથી કોઈ પણ કામ કરો છો, તો તમા ટૉપ ઉપર જઈને તમે ખૂબ પૈસા કમાઈ શકો છો.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *