ગ્લેમરસ સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં માતા બની, દીકરાને આપ્યો જન્મ

TMCની સાંસદ અને અભિનેત્રી નુસરત જહા માતા બની ગઇ છે. અભિનેત્રીએ દીકરાને જન્મ આપ્યો છે. નુસરત જહાંને 25મી ઑગસ્ટની રાત્રે કોલકત્તાની Neotia હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એકટર યશ દાસગુપ્તા નુસરત જહાંને હોસ્પિટલ લઇને આવ્યો હતો.

ડિલિવરીની પહેલાં નુસરતે પોતાનો ફોટો ઇંસ્ટા પર શેર કરી લખ્યું હતું- Faith Over Fear ❤️ #positivity #morningvibes. માતા બન્યા બાદ નુસરત જહાંને ફેન્સ અને સેલેબ્સે અભિનંદન પાઠવી રહ્યા છે.

નુસરત જહાંની પ્રેગ્નન્સીને લઇ ઘણો વિવાદ થયો હતો. કેટલાંય દિવસ સુધી નુસરતના પ્રેગ્નન્ટ હોવાના સમાચાર આવી રહ્યા હતા. બાદમાં નુસરતનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ તેની પ્રેગ્નેન્સીની પુષ્ટિ થઇ હતી.

જ્યારે નુસરતની પ્રેગ્નેન્સીનો ખુલાસો થયો એ દરમ્યાન અભિનેત્રીની તેના પતિ નિખિલ જૈનથી અલગ થવાની વાત પણ સામે આવી હતી. નિખિલ જૈન સાથે નુસરતના લગ્ન 2019માં થયા હતા. પરંતુ તણાવ બાદ હવે તેઓ બંને 2021માં અલગ થઇ ગયા છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *