ડુંગળી લાવશે આંખમાં આંસુ! આ દેશમાં બની મોટી બીમારીનું કારણ

સાલ્મોનેલોસિસ બેક્ટિરિયાના કારણે તમે બીમાર થઈ શકો છો. તમને ડાયરિયા, તાવ અને પેટમાં દર્દ જેવા લક્ષણો જોવા મળી શકે છે. તેના લક્ષણો 6 કલાકથી લઈને 6 દિવસમાં પણ જોવા મળી શકે છે.

લોકોને આપવામાં આવી છે ખાસ સલાહ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં ડુંગળી ખાવાથી 650 લોકોના બીમાર થવાના સમાચાર આવી રહ્યા છે. આ 650 લોકો 37 રાજ્યોથી છે. તેના બાદ રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ લોકોને સલાહ આપી છે કે જેમાં સ્ટિકર અને પેકેજિંગ નથી તેવી લાલ, સફેદ અને પીળી ડુંગળીને ફેંકી દો.

આ બીમારીએ દેખા દીધી, 129 લોકો એડમિટ થયા

અમેરિકામાં સૈલ્મોનેલા બેક્ટેરિયાના કેસ સામે આવી રહ્યા છે. અમેરિકી સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે બીમારીનો પ્રકોપ મેક્સિકોના ચિહુઆહુઆથી આયાત કરાયેલી ડુંગળીથી થતું હોવાનું સામે આવ્યું છે. જે લોકો હાલમાં બીમાર થયા છે તેના નિવેદનથી જાણવા મળે છે કે તેઓએ સંક્રમિત થતા પહેલા કાચી ડુંગળીનું સેવન કર્યું હતું. સંક્રમણથી 129 લોકો એડમિટ થયા છે પરંતુ કોઈ મોત થયું નથી. મોટાભાગના કેસ ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં ટેક્સાસ અને ઓક્લાહોમામાં જોવા મળ્યા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ સૂચન કર્યું છે કે ડુંગળીને લાંબા સમય સુધી સંગ્રહિત કરી શકાય છે. હાલમાં પણ ઘર અને વ્યવસાયમાં તેનો સંગ્રહ કરાય છે. પરંતુ સાથે લાલ, સફેદ અને પીળી ડુંગળી ન વાપરવાની સલાહ અપાઈ છે.

જાણો શું છે આ નવી બીમારીના લક્ષણો

સાલ્મોનેલોસિસ કે સાલ્મોનેલા સંક્રમણ બેક્ટેરિયાના સાલ્મોનેલા સમૂહના કારણે થતો એક બેક્ટેરિયલ રોગ છે જે ખાસ કરીને ગેસ્ટ્રોનોમિકલ બીમારીના કારણે થાય છે. આ બેક્ટેરિયાના કારણે તમે બીમાર થાઓ છો તો તમને ડાયરિયા, તાવ અને પેટમાં દર્દ જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ લક્ષણો 6 દિવસથી લઈને 6 દિવસ સુધી પણ જોવા મળી શકે છે. સૈલ્મોનેલા બેક્ટેરિયાના કારણે ખાસ કરીને સંક્રમણના કેસ 5 વર્ષથી વધારેની ઉંમરના બાળકોથી લઈને 65 વર્ષના વૃદ્ધમાં પણ જોવા મળી શકે છે. થોમસન ઈન્ટરનેશનલે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેમના દ્વારા સપ્લાય કરાયેલી લાલ ડુંગળીથી આ બીમારી ફેલાઈ રહી છે.એવામાં જે પણ જગ્યાઓએ તેનો સપ્લાય કરાયો છે તેને પરત મંગાવવામાં આવી રહી છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *