સસ્તા મોબાઈલ અને ઈન્ટરનેટના કારણે પોર્ન જોવી એ મોટાભાગના લોકોની આદત બની ગઈ છે. એટલું જ નહીં, વ્યક્તિ તેમાં દેખાતી દરેક વસ્તુને સાચી માની લે છે. ઘણી વખત જ્યારે તે ખરેખર તેના પાર્ટનર સાથે સંબંધ બાંધે છે, પોર્ન સાથે તેના હકીકતના અનુભવની તુલના કરે છે, પોતાના પાર્ટનરને ઘણી એવી હરકતો કરવા માટે કહે છે જેમાં તે કમ્ફર્ટ નથી હોતું, જે માત્ર પોર્નમાં જ શક્ય હોય છે.

અને જ્યારે તેવું નથી થઇ શકતું ત્યારે તે હતાશ થઈ જાય છે. જેની અસર તેની પોતાની જાતીય જીવન અને પાર્ટનર સાથેના સંબંધો પર સ્પષ્ટપણે જોવા મળે છે. તેવી સ્થિતિમાં તેની અસર ઘટાડવા માટે કેટલીક બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી હોય છે.

માઈન્ડ ફોકસ કરો: જો તમે તમારા જીવનસાથી સાથે સંબંધ બાંધતી વખતે ધ્યાન કેન્દ્રિત કરો છો, તો પોર્ન જોવાની નકારાત્મક અસર તમારી સેક્સ લાઇફને નહીં બગાડે. કારણ કે સેક્સ તમારી માનસિકતા અને તમારા મનમાં ચાલી રહેલા વિચારોથી ઘણી હદ સુધી પ્રભાવિત થાય છે. તેવી સ્થિતિમાં, તમે જેટલું વધુ ધ્યાન કેન્દ્રિત કરશો, તેટલું સારું તમે તમારા જીવનસાથી સાથે તમારા ખાનગી સમયનો આનંદ માણી શકશો.

જીવનસાથી સાથે પોર્ન જુઓ: લગ્ન અને સેક્સ જીવનભર એક સાથે કામ કરે છે. ભાગીદારો વચ્ચે એકબીજા માટે કાળજી અને વિશ્વાસ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેવી સ્થિતિમાં તમે બંને એકસાથે પોર્ન જોવાનું નક્કી કરી શકો છો. પરંતુ તમારા પાર્ટનરને તે જોવા માટે ક્યારેય જબરદસ્તીથી દબાણ ના કરો.

પાર્ટનર પર જબરદસ્તી ના કરો: ઘણી વખત લોકો પોર્ન જોયા પછી તેને કોપી કરવાનો પ્રયાસ કરે છે અને પાર્ટનરને પણ તેવું કરવા દબાણ કરે છે. તેમ કરવું સાવ ખોટું છે. પોર્નમાં બતાવવામાં આવેલી અડધાથી વધુ વસ્તુઓ વાસ્તવિક નથી હોતી. તેવી સ્થિતિમાં તેને સાચું માનવું અને તમારી સાથે તેવું કરવાની અપેક્ષા રાખવી તમારા સંબંધો અને જાતીય જીવનને અસર કરી શકે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે સેક્સ માણવા માટે બંને પાર્ટનરનું સહમત હોવું ખૂબ જ જરૂરી છે. દબાણયુક્ત વસ્તુઓ તમારા અનુભવને બગાડે છે.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *