દિવાળીએ ઘરના મુખ્ય દરવાજે કેવુ લગાવશો તોરણ, વાસ્તુના તમામ દોષ દૂર થશે

સનાતન ધર્મમાં ભગવાન ગણેશ અને શ્રી મહાલક્ષ્મીની ખુશીનો ઉત્સવ કારતક માસની અમાસ એટલે કે શુભ દીપાવલી Diwali પર્વ 4 નવેમ્બરને ગુરુવાર ઉજવવામાં આવશે. ઘણા દિવસો પહેલા જ આપણે ભગવાન વિષ્ણુના પ્રિય મહાલક્ષ્મીના સ્વાગતની તૈયારીઓ શરૂ કરીએ છીએ. ઘરની સાફ સફાઇ કરી પછી ખૂબ જ શણગારવામાં આવે છે, દિવાળી પર તમે તમારા મુખ્ય દરવાજા પર વિવિધ પ્રકારના તોરણ બાંધી માતા લક્ષ્મીના આગમનની સ્વાગતની તૈયારીઓ કરો છો.

નિયમો મુજબ જો દિશાઓ અને રંગોને ધ્યાનમાં રાખીને ઘરના મુખ્ય દરવાજા પર તોરણ બાંધી દેવામાં આવે તો ચોક્કસ આપણને Vastu Tips શુભ ફળ મળશે.

પૂર્વ દિશા
જો તમારા ઘરનો મુખ્ય દરવાજો પૂર્વમાં છે, તો પછી ફૂલો અને આસોપાલવના પાંદડાના તોરણથી સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિશામાં આસોપાલવનું તોરણ લગાવવાથી સકારાત્મક ઉર્જા આવે છે અને માતા લક્ષ્મીની કૃપા રહેશે.

ઉત્તર દિશા
સંપત્તિની દિશા તરફ ઉત્તરના મુખ્ય પ્રવેશદ્વાર માટે વાદળી અથવા આકાશ રંગના ફૂલો લટકાવવા જોઈએ. જો તમારી પાસે તાજા ફૂલો નથી, તો તમે પ્લાસ્ટિકના ફૂલો વાપરી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે ફૂલ-પાંદડા વાસી કે ગંદા તો નથીને. આ તોરણ નકારાત્મકતામાં વધારો કરે છે.

દક્ષિણ દિશા
જો ઘરનું પ્રવેશદ્વાર દક્ષિણ દિશામાં હોય, તો દરવાજા પર લાલ, નારંગી અથવા સમાન રંગોનો કમાનથી શણગારેલો હોવો જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મીનું આગમન થશે

પશ્ચિમ દિશા
પશ્ચિમના મુખ્ય દરવાજા માટે પીળા, સોનેરી અથવા આછા વાદળી ફૂલોના તોરણ લટકાવવાથી લાભ અને પ્રગતિ કરવામાં મદદ મળશે. ધાતુની કમાન પશ્ચિમ અને ઉત્તર દિશાઓ પર સ્થાપિત કરી શકાય છે. એ જ પ્રકારે લાકડાની બનાવટ વાળી વસ્તુ ઉત્તર, પૂર્વ અને દક્ષિણ દિશામાં પ્રવેશદ્વાર પર સ્થાપિત કરી શકાય છે, પરંતુ પશ્ચિમ દિશામાં લાકડાની કમાન સ્થાપિત ન કરવા જોઇએ.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *