આપણા દેશમાં લોકો કહે છે કે રિલાયન્સ દેશના ઉદ્યોગોનો એ પરપોટો છે જેનામાં ફૂટીને છવાઈ જવાની કૌવત છે, હું કહું છું કે હું એ પરપોટો છું જે ફૂટી ચુક્યો છે.ધીરુભાઈ અંબાણીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હસતા હસતા કહ્યું હતું. ઘણા લોકોએ તેને ધીરુભાઈનું એરોગંસ કહ્યું હતું. ટીકાકારોએ કહ્યું હતું કે એ વધારે દિવસ નહીં ચાલે. ઘણાએ કહેલું કે આ બરબાદ જ થવાનો છે પણ હવે રિલાયન્સ દેશની સૌથી મોટી ઔદ્યોગિક કંપની છે.
આ દેશના ઉદ્યોગો માટે અંબાણીનું નામ એક હોપનું નામ છે. આ નામ આવતા જ બધા જ સંશય, વિવાદ, આરોપ સામે આવી જાય છે. પણ એક તથ્ય એ પણ છે કે બધું જ હોવા છતાં પોતાની ક્ષમતા સાબિત કરવાનો અંદાજ પણ અહીંથી જ આવે છે.૬૦ ના દસકામાં ધીરુભાઈએ ૧૫ હજાર રૂપિયાથી રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન શરુ કર્યું. તે તેમનું પહેલું મોટું વેન્ચર હતું. ૧૯૬૭ માં ૧૫ લાખ રૂપિયાથી રિલાયન્સ ટેક્સટાઈલ શરુ કર્યું. રિલાયન્સની પાસે ઇન્વેસ્ટર ઘણા વધારે છે.
સૌથી વધારે ડિવિડંડ પે કરનારી કંપનીઓમાં છે રિલાયન્સ. દેશમાં દરેક પહેલી વસ્તુ રિલાયન્સના હાથમાં આવે છે. એ આરોપ પણ બની જાય છે. પણ એ તથ્ય છે કે કોઈના ઇન્વેસ્ટ કરવામાં રિલાયન્સને મહત્વની કંપનીઓમાંથી એક છે.ધીરુભાઈ ૨૮ ડીસેમ્બર ૧૯૩૨ ના રોજ જન્મ્યા હતા. વધુ ભણ્યા નહીં, બાદમાં એડન ગયા. એક કંપનીમાં ક્લાર્ક બનીને. ફ્રેંચ ફર્મ હતી જે શેલ ઓઈલની સાથે કામ કરતી હતી. ધીરુભાઈને રીટેલ માર્કેટિંગમાં રાખ્યા. એરીટ્રીયા, જીબોઉતી, સોમાલીલેન્ડ, કેન્યા અને યુગાન્ડા સુધીનું કામ જોતા હતા. ધીરુભાઈ તેના વિષે કહેતા હતા ‘મજા આવતી હતી’.
ધીરુભાઈએ પોતે કહ્યું કે ત્યાં જ તેમને એન્ટરપ્રેન્યોરશીપની ઈચ્છા થઇ. મુંબઈ આવી ગયા. ભાત બજારમાં ઓફીસ ખોલી. એડનમાં કોન્ટેક્ટ બનાવ્યા હતા. આદુ, હળદર અને મસાલાની એક્સપોર્ટ કરવા લાગ્યા. પણ એક મજેદાર વસ્તુ પણ મોકલતા હતા. સાઉદી અરબના શેખ પોતાના ત્યાં ગુલાબનું ગાર્ડન બનાવવા માંગતા હતા. તેમને માટી જોઈતી હતી અને ધીરુભાઈ કોઈને ના નહોતા કહેતા.
પાન ખાતા અને ચા પિતા ધીરુભાઈએ મુંબઈમાં યાર્ન ઉદ્યોગ પર આધિપત્ય જમાવી લીધું. તેમને પાક્કા ગુજરાતી વાણીયા કહેવાતા હતા. અનીલ અંબાણી યાદ કરે છે કે પરિવાર મુંબઈની એક ખોલીમાં રહેતું હતું.એક રૂમમાં. બન્ને ભાઈ એ ગલીમાં રમતા હતા. ૧૯૬૭ માં જયારે ધીરુભાઈએ કંપની ખોલી તો તેમની પાસે એટલા રૂપિયા નહોતા. તો તેમણે વીરેન શાહની મદદ માંગી. વિરેનની મુકંદ આર્યન એન્ડ સ્ટીલ કંપની હતી. પણ શાહે ના પડી દીધી હતી. તેમને લાગ્યું કે આ પ્રોજેક્ટ નહીં ચાલે.
કહાની બની કે ધીરુભાઈ જે વસ્તુને અડે છે તે સોનાની થઇ જાય પણ કાળા કરવાના આરોપ પણ લાગ્યા પણ ધીરુભાઈને આ પ્રકારની ચીજોથી રમવાની આદત હતી. પૈસા ભેગા કર્યા. કંપની બની. ૧૯૭૭ માં રિલાયન્સ પબ્લિક લીમીટેડ કંપની બની. શેર પબ્લિક માટે ખુલ્ય તો ડર એટલો હતો કે ઇન્વેસ્ટર જ નહોતા મળી રહ્યા.તેમના મિત્ર ડીએન શ્રોફ પોતાના જાણકારોને સમજાવી રહ્યા હતા કે લાખ રૂપિયાના શેર ખરીદી લો પણ કોઈએ ના ખરીદ્યા.
કેટલાક લોકો એવા પણ હતા જે માનતા હતા કે ધીરુભાઈ જે વસ્તુને અડે છે તે સોનાની થઇ જાય છે. તો કામ થઇ ગયું. રેયોન અને નાયલોન ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ થવા લાગ્યું. દેશમાં ક્યાય બનતું જ નહોતું તો પ્રોફિટ ઘણો થતો હતો.પણ તેમાં આરોપ લાગ્યા હતા કે ધીરુભાઈ કાયદા તોડે છે. બ્લેક માર્કેટિંગ કરે છે.ધીરુભાઈએ મીટીંગ બોલાવી અને પૂછ્યું, “”You accuse me of black marketing, but which one of you has not slept with me?” લોકોની પાસે જવાબ નહોતો. કારણકે બધાએ ધીરુભાઈ સાથે બિઝનેસ કર્યો હતો.
આરોપ લાગતા રહ્યા કે ધીરુભાઈ પાસે કંઈક તો છે જેની મદદથી તેઓ બધા જ લાયસન્સ નીકાળાવી લાવે છે. પોતાના હરીફોને ઉપર નહોતા આવવા દેતા. પણ ધીરુભાઈનું ક્લિયર હતું કે કોઈ પણ એવું બતાવી દો જેણે મારા કરતા ઈમાનદારીથી કામ કરતું હોય.૧૯૮૨ માં રિલાયન્સ પોલીએસ્ટર યાર્ન બનવાનું હતું. ડાય મિથાઈલ ટેરીથૈલેટથી. હરીફ કંપની ઓરકે સિલ્ક મિલ્સથી પોલીએસ્ટર ચીપ્સથી યાર્ન બનાવવાની હતી. પણ તે જ વર્ષે સરકારે ચિપ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી. ઓરકેને તકલીફ થઈ ગઈ.
તેનો જવાબ આપ્યો ધીરુભાઈએ, સાચું તો એ જ છે કે એમ જ કોઈ મોટું નથી થઇ જતું. નવેમ્બર ૧૯૮૨ માં રિલાયન્સ પોલીએસ્ટર યાર્ન બનવા લાગ્યું. હવે યાર્ન ઈમ્પોર્ટ કરવા પર ટેક્સ વધી ગયો તો અંબાણીને ફાયદો થઇ ગયો. વેચવામાં. એવા કેસ ઘણા વધારે થયા છે. અંબાણીએ તેની સફાઈ પણ આપી.પણ તે ઘણું બધું સ્પષ્ટ નહોતા કરી શક્યા. તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધી અને આરકે ધવનની સાથે નિકટતા હોવાનો મને ફાયદો તો નહીં મળે. એક લોઅર લેવલનો ઓફિસર પણ કોઈ પ્રોજેક્ટ રોકી શકે છે.
કોઈ કઈ ના કરી શકે. પણ તેની સાથે જ એક ચીજ થઇ હતી. ૧૯૮૦ માં લોકસભા ચૂંટણી બાદ ધીરુભાઈએ પાર્ટી કરી હતી. તેમાં ઇન્દિરા ગાંધી પણ આવ્યા હતા અને વધુ એક ખબર લિક થઇ હતી કે એક જોઈન્ટ સેક્રેટરીને ધવનનો ફોન આવ્યો કે અંબાણીનું લાયસન્સ કેમ અટકેલું છે. કેટલીક વાર પછી ફરી ફોન આવ્યો.અંબાણી કહેતા હતા, તમારે તમારો આઈડિયા સરકારને વેચવો પડે છે. પછી દેખાડવું પડે છે કે કંપનીનો પ્લાન દેશહિતમાં છે.
સરકાર જયારે કહે છે કે પૈસા નથી તો અમે કહીએ છીએ કે ઠીક છે અમે ફાઈનાન્સ કરી દઈએ છીએ. અંબાણીના એક દોસ્તે એકવાર કહ્યું હતું – કોઇપણ ગરીબ વ્યક્તિ જો પૈસા જલ્દી બનાવે તો જે સીડીનો ઉપયોગ કરે છેતે ક્લીન તો નથી જ હોતી.પણ જો કોઈ તેવું વિચારે છે કે ધીરુભાઈએ માત્ર એવું કરીને જ પૈસા બનાવ્યા છે તો ખોટું વિચારે છે. હકીકત તો તે છે કે ધીરુભાઈએ જે તરકીબોનો ઉપયોગ કર્યો તો બાકી બિઝનેસમેન નથી કરી શક્યા કે પાછળ રહી ગયા.ધીરુભાઈ અંબાણીની સેંકડો કહાનીઓ છે. તે જોવા વાળા પર નિર્ભર કરે છે કે તેઓ શું પસંદ કરે છે.