ધનતેરસ પર સાવરણીની ખરીદી મનાઈ છે ખુબ શુભ, પણ આવી ભૂલ કરી તો થશે પારાવાર નુકસાન!

એક એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ મનાય છે. આ દિવસે ખરીદી કરવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ અને સમૃધ્ધિ આવે છે. એમાં પણ સાવરણી ખરીદી એ ઘરમાં હંમેશા સમૃદ્ધિનું નિશાન માનવામાં આવે છે.

કારણ કે એવું માનવામાં આવે છે કે, સાવરણી લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાથી માતા લક્ષ્મી ઘરમાં રહે છે. જો તમારા પર આર્થિક સંકટ હોય તો એ પરેશાની દુર કરવા માટે ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવી જોઈએ.

એવું માનવામાં આવે છે કે સાવરણી નકારાત્મક શક્તિઓને દૂર કરે છે અને ઘરમાં સકારાત્મક એનર્જી પુરી પાડે છે. ઘરમાં સાવરણીનું હોવું સુખ અને સમૃદ્ધિનું પરિબળ માનવામાં આવે છે. તેથી ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે.

ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવી શુભ મનાય છે. કહેવાય છે કે આ દિવસે સાવરણીની ખરીદી કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ સિવાય એક માન્યતા એવી પણ છે કે ઘરમાં ક્યારેય ઉંધી સાવરણી રાખવી જોઈએ નહીં. એવું કહેવામાં આવે છે કે જો ઉંધી સાવરણી હોય તો ઘરમાં વિખવાદ થાય છે. સાવરણી ક્યારેય ઘરની બહાર અથવા છત પર પણ ન રાખવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં ચોરીનો ભય સર્જાય છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *