ચાણક્ય નીતિઃ ગરીબી અને કદરૂપતા પણ બની શકે છે ખાસ, જાણો કેવી રીતે

ચાણક્ય દ્વારા મનુષ્યના જીવનને વધું સકારાત્મક બનાવવા વિશે અનેક નીતિઓ આપી છે. જેનાથી માનવ જીવનનું કલ્યાણ થાય છે. ચાણક્યે નિર્ધનતા, સ્વચ્છતા અને વાસી ભોજન તેમજ શીલ(ચારિત્ર્ય) વિશે પણ ઉલ્લેખ કરેલો છે. એક શ્લોકમાં તેમણે લખ્યું છે કે ….

દરિદ્રતા ધીરયતા વિરાજતે કુવસ્ત્રતા સ્વચ્છતયા વિરાજતે |
કદન્નતા ચોષ્ણતયા વિરાજતે કુરુરતા શીલતયા વિરાજતે ||

ચાણક્યનું કહેવું છે કે કોઈપણ પરિસ્થિતિમાં પોતાના ધૈર્યને ન ખોવો જોઈએ. એક નિર્ધન મનુષ્યની પાસે ધીરજ હોવી જોઈએ. જો ધીરજ હોય તો દરિદ્રતા પણ સુંદર લાગે છે.

ચાણક્ય સ્વચ્છતાને વિશેષ મહત્વ આપેતા કહે છે કે સાફ-સફાઈ અતિ મહત્વપૂર્ણ છે. કોઈ મનુષ્ય પાસે ભલે માત્ર બે વસ્ત્ર હોય, આમછતાં સ્વચ્છ હોવાથી તે પણ શોભી ઉઠે છે.

ચાણક્યનું કહે છે કે ક્યારેય પરિસ્થિતિવશ કોઈ મનુષ્યને તાજું જમવાનું ન મળો તો તેણે વાસી ખાઈને પણ ભૂખ મીટાવી લેવી જોઈએ. જો કે તેને ગરમ કરીને ખાવું જોઈએ. એનો અર્થ એ છે કે વાસી ભોજનમાં પણ સ્વાદ હોય છે. તે વિશે વિચારીને દુઃખી થવું ન જોઈએ.

ચાણક્ય બહારના દેખાવ કરતાં વ્યક્તિની આંતરિક સુંદરતા પર વધું મહત્વ આપ્યું છે. ચાણક્ય કહે છે કે બહારની સુંદરતા થોડાં સમય માટે પાસે હોય છે જ્યારે આંતરિક સુંદરતા વ્યક્તિને જીવન પર્યંત સાથે રહીને વિનમ્ર બનાવે છે. ઉદાર વ્યક્તિત્વથી કુરુપતા પણ સુંદરતામાં પરિવર્તિત થઈ જાય છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *