એકતરફ દેશના અર્થતંત્રમાં હજુ મંદીનું વાતાવરણ છે તો બીજી તરફ શેરબજારમાં લોકોનો રસ વધી રહ્યો છે. વધે પણ કેમ નહીં? કોણ ઓછી મજૂરીએ સારો નફો કરવા ના માંગતું હોય? એક વર્ષ પહેલા જો તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો હવે તે 1 લાખ 70 હજાર રૂપિયા થઈ ગયું હોત. એટલે કે એક વર્ષમાં લગભગ દોઢ ગણું વળતર મળે છે.
આ આંકડાઓને કારણે જ છેલ્લા એક વર્ષમાં દેશના છૂટક રોકાણકારો (ડીમેટ ખાતા)ની સંખ્યામાં 1 કરોડનો વધારો થયો છે અને તે 50 કરોડને પાર કરી ગયો છે. નિષ્ણાતો માને છે કે લોકોમાં રોકાણનું જ્ઞાન પણ વધ્યું છે. હવે તેની અસર ફિલ્મી દુનિયા પર પણ દેખાવા લાગી છે. પરિણામે હવે શેરબજારને લગતી ઘટનાઓ પણ પડદા પર આવી રહી છે.
તેનું એક સારું ઉદાહરણ છે વેબ સિરીઝ ‘સ્કેમ 1992’ જે ગયા વર્ષે ઓક્ટોબરમાં આવી હતી, જે દેશના પ્રથમ બિગ બુલ હર્ષદ મહેતા પર આધારિત હતી. દર્શકોએ તેને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો હતો. આ સીરીઝમાં અને દેશમાં સૌથી વધુ ચર્ચામાં માત્ર એક બિગ બુલની જ વાત રહી છે પરંતુ અમે તમને હાલના સમયના શેરબજારના 5 મોટા રોકાણકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેઓ શેરબજારમાંથી ઘણી સંપત્તિ કમાઈ રહ્યા છે.
1. રાધાકિશન દામાણી: રિટેલ કિંગ તરીકે પ્રખ્યાત રાધાકિશન દામાણી દેશના સૌથી મોટા રોકાણકાર છે. ફોર્બ્સ અનુસાર, દામાણી ભારતના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 16.5 અબજ ડોલર એટલે કે 1.23 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. એવન્યુ સુપરમાર્ટ, જેને આપણે DMart તરીકે જાણીએ છીએ, તે તેમની કંપની છે. કંપનીના દેશમાં લગભગ 221 શોપિંગ સ્ટોર છે. VST ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ડિયા સિમેન્ટ સહિત રેડિસન બ્લુ રિસોર્ટ્સ દામાણીના પોર્ટફોલિયોમાં હિસ્સો ધરાવે છે.
2. રાકેશ ઝુનઝુનવાલા: ઝુનઝુનવાલા દેશના બીજા સૌથી મોટા વ્યક્તિગત રોકાણકાર છે. તેમને પણ બિગ બુલ કહેવામાં આવે છે. ફોર્બ્સ અનુસાર, 8 એપ્રિલ સુધીની તેમની કુલ સંપત્તિ $4.3 બિલિયન (રૂ. 32.19 હજાર કરોડ) હતી. ઝુનઝુનવાલાના પિતા આવકવેરા વિભાગના અધિકારી રહી ચૂક્યા છે. તેણે કોલેજના દિવસોથી જ શેરબજારમાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. પછી તેમણે ૧૦૦ ડોલરનું રોકાણ કર્યું હતું. ખાસ વાત એ છે કે તે સમયે સેન્સેક્સ ઈન્ડેક્સ ૧૫૦ પોઈન્ટ પર હતો, જે હવે ૬૦ હજારના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે.
3. રામદેવ અગ્રવાલ: રામદેવ અગ્રવાલ, બ્રોકિંગ કંપની મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના સહ-સ્થાપક અને સંયુક્ત એમડી છે. રોકાણકારોમાં ખૂબ જ લોકપ્રિય છે. અગ્રવાલે ૧૯૮૭ માં સફળ રોકાણકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ફોર્બ્સ દ્વારા ૨૦૧૮ માં બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, તેની નેટવર્થ 1 અબજ ડોલર (7,492 કરોડ રૂપિયા) હતી. રામદેવ અગ્રવાલ છત્તીસગઢ રાયપુરના રહેવાસી છે.
4. પોરિંજુ વેલિયાથ: પોરિંજુ વેલિયાથને સ્મોલકેપ શેરોના સમ્રાટ માનવામાં આવે છે. તેઓ નાના શેરો કરતાં વધુ વળતર મેળવવા માટે જાણીતા છે. ઓનલાઈન વેબસાઈટ ટ્રેડલાઈન- Trendylne અનુસાર, જૂન 2020 સુધીમાં તેની કુલ સંપત્તિ 17.95 કરોડ રૂપિયા હતી. વેલિયાથ ફંડ મેનેજમેન્ટ કંપની ઇક્વિટી ઇન્ટેલિજન્સ ઇન્ડિયા પ્રા. લિ. ના માલિક છે.
5. ડોલી ખન્ના: તેમણે 1996 માં શેરબજારમાં પ્રવેશ કર્યો હતો. આઈઆઈટી મદ્રાસમાંથી સ્નાતક થયેલ ડોલીએ તેમના શરૂઆતના દિવસોમાં ઉત્પાદન, કાપડ અને રાસાયણિક ક્ષેત્રમાં રોકાણ કર્યું હતું. આઈસ્ક્રીમ બનાવનારી કંપની ક્વોલીટી મિલ્ક પ્રોડક્ટ્સની શરુઆત ડોલીના પતિ રાજીવની સાથે મળીને કરી હતી, જેને ૧૯૯૫ માં હિન્દુસ્તાન યુનિલિવરની વચ્ચે વેચી દીધી. ડિલથી મળેલી રકમથી તેમણે શેર બજારમાં ટ્રેડીંગ શરુ કરી હતી.
ડોલી રોકાણ માટે નાના મૂલ્યના શેર્સને પસંદ કરે છે. તેમની સફળતાને કારણે, દલાલ સ્ટ્રીટ પર તેઓને ફોલો કરતા લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. ટ્રેન્ડિલિનના જણાવ્યા અનુસાર, ડોલી ખન્નાની કુલ નેટવર્થ જૂન 2020 માં 65 કરોડ રૂપિયા હતી. (નોંધઃ 1 ડોલર 74.92 રૂપિયા છે)