અનન્યા પાંડેને NCBનું તેડું, ફોન જપ્ત, શું આર્યનની ચેટ્સ સાથે છે કનેકશન?

મુંબઇ ડ્રગ્સ કેસમા મોટા અપડેટ સામે આવ્યા છે. NCBની ટીમ ગુરૂવારના રોજ બોલિવુડ અભિનેત્રી અનન્યા પાંડેના ઘરે પહોંચી છે. અનન્યા પાંડેને NCBને સમન્સ પાઠવ્યા છે. અભિનેત્રીને એજન્સીએ આજે બપોરે 2 વાગ્યે પૂછપરછ માટે બોલાવી છે. અનન્યા પાંડે જાણીતા અભિનેતા ચંકી પાંડેની દીકરી છે. માત્ર અનન્યાના ઘરે જ નહીં એનસીબીની ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નતામાં પણ સર્ચ ઓપરેશન કરી રહ્યા છે.

શું અનન્યાએ કરી હતી આર્યન સાથે ડ્રગ્સ ચેટ?

અનન્યા પાંડેનું નામ સામે આવ્યા બાદ આ કેસમાં મોટો સેટબેક છે. એનસીબીએ અનન્યા પાંડેનો ફોન જપ્ત કર્યો છે. અનન્યા સાથે આર્યન ખાનના ડ્રગ્સ કેસને લઇ પ્રશ્ન થઇ શકે છે. કહેવાય છે કે આર્યન ખાન વ્હોટસએપ ડ્રગ્સ ચેટમાં અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. આની પહેલાં પણ સમાચાર આવ્યા હતા કે એક બડિંગ બોલિવુડ અભિનેત્રી સાથે આર્યન ખાનની ડ્રગ્સ ચેટ થઇ હતી. હવે જ્યારે એનસીબીએ અનન્યા પાંડેને સમન્સ પાઠવ્યા છે તો સમજાઇ રહ્યું છે કે આર્યન એ અનન્યાની સાથે જ ડ્રગ્સ ચેટ કરી હતી.

સુહાના ખાનની બેસ્ટ ફ્રેન્ડ છે અનન્યા

ચંકી પાંડે અને શાહરૂખ ખાનના બાળકોની વચ્ચે સારું બોન્ડ છે. તેઓ બધા મિત્રો છે. અનન્યા પાંડે શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની BFFs છે. આર્યન ખાનની સાથે પણ અનન્યાની દોસ્તી છે. આ તમામ સ્ટારકિડ સાથે પાર્ટી, હેંગઆઉટ પણ કરે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો અનન્યા પાંડે એ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું.

શાહરૂખ ખાનના ઘરે પણ NCBનું સર્ચ ઓપરેશન

શાહરૂખ ખાન દીકરા આર્યન ખાનને આર્થર રોડમાં જઇને મુલાકાત કરી આવ્યો હતો. બપોર સુધીમાં NCBની ટીમે તેમના ઘરે મન્નત પર પહોંચી ગયા. કહેવાય છે કે મન્નતમાં આર્યન ખાનના રૂમની તપાસ કરાશે. NCBની ટીમ ઘરવાળાને પૂછપરછ પણ કરી શકે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *