અમેરિકામાં કોરોનાના કહેર વચ્ચે ડુંગળીમાંથી ઉદ્ભવતો સાલ્મોનેલા રોગચાળો ફાટી નીકળ્યો

અમેરિકામાં કોરોના હજી કહેર મચાવી રહ્યો છે અને દરરોજ હજારો લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે ત્યાં ડુંગળીમાંથી ઉદ્ભવતો સાલ્મોનેલા નામનો રોગચાળો ફાટી નીકળ્યો છે.

સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન ના જણાવ્યા મુજબ મેક્સિકોના ચિહુઆહુઆ ખાતેથી આયાત કરવામાં આવેલી તેમજ પ્રોસોર્સ દ્વારા વેચવામાં આવેલી કાચી ડુંગળીમાં આ રોગના જીવાણુઓ મળી આવ્યા હતા.

એ સ્ટિકર લગાવ્યા વિનાની કે પેકિંગ કર્યા વિનાની રેડ, વ્હાઈટ અને યલો ડુંગળીનો ઉપયોગ કરવાને બદલે તેને ફેંકી દેવાની સલાહ આપી છે. કાચી ડુંગળી ખાધા પછી 75 ટકા લોકો બીમાર પડી ગયા હતા.

CDCએ કહ્યું હતું કે રોગથી પ્રભાવિત 129 દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે આ પ્રકારના રોગમાં કોઈનાં મોત નહીં થતા હોવાનું જાણવા મળે છે. મોટાભાગનાં દર્દીઓ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ટેક્સાસ, ઓક્લાહોમા, વર્જિનિયા, મેરિલેન્ડ તેમજ ઈલિનોઈસમાં મળી આવ્યા હતા.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *