અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ, રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી

અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ (Rain) ખાબક્યો હતો. જો કે, 30 મીનિટની ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વરસાદ (Ahmedabad Rain) બંધ થઈ હતો. ત્યારે વહેલી સવારે અમદાવાદના ગોતા (Gota), ચાંદલોડિયા, સેટેલાઈટ (Satellite), ઘાટલોડિયા, બોડકદેવ, સરસપુર, મણિનગર (Maninagar), એસજી હાઈવે, મકરબા, થલતેજ, ચાંદખેડા (Chandkheda), બાપુનગર, વેજલપુર, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે, શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો.

અમદાવાદમાં (Ahmedabad) વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ (Ahmedabad Rain) નોંધાયો હતો. અમદાવાદમાં મોસમનો સરેરાશ 55 ટકા સાથે 15 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં હજુ પણ 43 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. જો કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં (Rain Forecast) આગામી 4 દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ શહેરમાં વરસાદી માહોલ જામશે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આગામી 4 દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સુધી જઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, ગુજરાતમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *