અફઘાનિસ્તાન: અજીત ડોભાલ-જયશંકર મિશન પર, તાલિબાન પર શું છે ભારતનો ‘પ્લાન-B’?

કેન્દ્ર સરકારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા કરતાં ઓલ પાર્ટી મીટિંગ શરૂ થઇ ગઇ છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ગૃહના નેતાઓને અફઘાનિસ્તાનની સ્થિતિ અને રેસ્ક્યૂ મિશન અંગે માહિતી આપી. સૂત્રોના મતે જયશંકરે અમેરિકા અને તાલિબાનની વચ્ચે 2020માં દોહામાં થયેલા કરારનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તાલિબાન દોહામાં આપેલા વચનો પર ખરું ઉતર્યું નહીં.

જયશંકરે આપ્યા અપડેટ, કોંગ્રેસે કહ્યું- અમે સરકારની સાથે
વિભિન્ન રાજકીય પક્ષોના ફ્લોર નેતાઓને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા બચાવ અભિયાન અંગે તાજી માહિતી આપી. કેટલાંક ભારતીયોને કેવી રીતે અને કયારે-કયારે પાછા લવાયા, હજુ કેટલાં લોકોને પાછા લાવવાના બાકી છે, કેટલાં અફઘાન નાગરિકને બચાવીને લાવ્યા છીએ, લઘુમતી સમુદાયના કેટલાં લોકો છે, તાલિબાનની સાથે વાતચીત કેવી હશે અને અફઘાનિસ્તાનમાં ભારતીય રોકાણની સુરક્ષા સહિત કેટલાંય પોઇન્ટસ પર નેતાઓને અપડેટ કર્યું. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બેઠક પહેલાં કહ્યું કે દેશહિતની બાબતમાં અમે સરકારના દરેક નિર્ણયમાં સાથે છીએ.

આ બેઠકમાં લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભાના લીડર મલ્લિકાર્જુન ખડગે, રાકાંપા નેતા શરદ પવાર, DMKના ટીઆર બાલુ, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા, કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયેલ અને અનુપ્રિયા પટેલ પણ હાજર રહ્યા.

ભારતના વલણમાં નરમાઇના સંકેત
સૂત્રોના મતે ભારત તાલિબાન સહિત તમામ પક્ષો સાથે સંપર્ક સાધતા ખચકાશે નહીં. જો તેમાં દેશહિતનું સમજૂતી નથી તો. વિદેશ મંત્રાલયના સૂત્રોના મતે છેલ્લાં દસ દિવસની અંદર ઘટનાક્રમમાં ઝડપથી ઉતાર-ચઢાવ આવ્યા છે તેનાથી ભારતે લચીલું વલણ અપનાવ્યું છે. સૂત્રોના મતે ભારતે પોતાના વલણમાં નરમાઇ ત્યારે લાવ્યું જ્યારે વિશ્વના તમામ તાકાતવાર દેશોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તાલિબાનને ત્યારે માન્યતા અપાશે જ્યારે તે આંતરરાષઅટ્રીય માપદંડો અનુસાર શાસન કરશે. સાથો સાથે માનવાધિકારની વાતો હોય કે મહિલાઓના અધિકાર, તાલિબાન પોતાના જૂના રૂખમાં ફેરફાર કરશે અને સુધારા લાવશે.

ભારતની પાસે છે કોઇ પ્લાન B?
જો તાલિબાનની સાથે સીધે-સીધી વાતચીત ના થાય તો બેકડોર ડિપ્લોમેસીનો રસ્તો ખુલ્લો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છેલ્લાં બે સપ્તાહમાં ખાસ્સા સક્રિય રહ્યા છે. તેમણે BRICS દેશોમાં પોતાના સમકક્ષોની સાથે અફઘાનિસ્તાન પર વાત કરી છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકનની સાથે પણ ડોભાલની વાતચીત થઇ ચૂકી છે. ગયા સપ્તાહે સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠકમાં ડોભાલે પોતાના ઇનપુટ સામે મૂકયા હતા.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *