અફઘાનના IT મંત્રી રહેલા સૈયદ અહમદ જર્મનીમાં હાલ પિત્ઝા ડિલિવરી કરે છે !

કહેવાય છે કે માણસનો સમય ક્યારે બદલાય છે તે કોઇ કહી શકતંુ નથી. એક સમયે અફ્ઘાનિસ્તાનના IT મંત્રી રહી ચૂકેલા સૈયદ અહમદ શાહ સઆદત છેલ્લા બે મહિનાથી જર્મનીમાં પિત્ઝાની ડિલિવરી કરી રહ્યા છે. પિત્ઝા કંપનીનો યૂનિફેર્મ પહેરી તેઓ જર્મનીના શહેર લીપઝિંગમાં સાઇકલ પર પિત્ઝાની ડિલિવરી કરતાં જોવા મળ્યા હતા.

૨૦૧૮ થી ૨૦૨૦ દરમિયાન IT મંત્રી હતા ત્યારે તેઓએ અફ્ઘાનિસ્તાનમાં સેલફેન નેટવર્કનો વિસ્તાર કર્યો હતો બાદમાં તેઓ ડિસેમ્બર ૨૦૨૦માં અફ્ઘાનિસ્તાન છોડીને જર્મની આવી ગયા હતા.

સઆદતે ઓક્સર્ફ્ડ યુનિર્વિસટીમાંથી કોમ્યુનિકેશનમાં સ્જીષ્ઠજ કર્યું છે. આ સાથે તેઓ ઔઇલેકટ્રિકલ એન્જિનિયર પણ છે. સૈયદ અહમદ શાહે દુનિયાભરના ૧૩ મોટા શહેરોમાં ૨૩ વર્ષ અલગઅલગ પ્રકારનું કામ કર્યું છે. તદુપરાંત ૨૦૦૫ થી ૨૦૧૩ દરમિયાન અફ્ઘાનિસ્તાનના સૂચના અને ટેકનોલોજી મંત્રાલયના ટેકનિકલ એડવાઇઝરના રૃપે ઔપણ કામ કર્યું હતંુ. જ્યારે ૨૦૧૬થી ૨૦૧૭ સુધી લંડનમાં એરિયાના ટેલિકોમના સીઇઓ તરીકે કામ ઔકર્યું હતંુ.

આ અંગે સઆદતે જણાવ્યું હતું કે, મારા અને રાષ્ટ્રપતિ ગની વચ્ચે મતભેદ હોઈ ગયા વર્ષે જ હું મંત્રી તરીકે રાજીનામું આપીને જર્મની આવી ગયો હતો. અહીં શરૃઆતમાં બધંુ સરસ ચાલી રહ્યું હતું પરંતુ બાદમાં પૈસાની તંગીના કારણે મેં પિત્ઝા ડિલિવરી બોય બનવાનું નક્કી કર્યું હતંુ.

વધુમાં તેઓએ કહ્યું હતું કે પિત્ઝાની ડિલિવર કરવાનું કામ કરવામાં કોઇ શરમની વાત નથી. મહત્ત્વનું છે કે દેશ પર અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ રાષ્ટ્રપતિ અશરફ્ ગની સહિતના ઘણા નેતાઓએ દેશ છોડીને અન્ય દેશોમાં રહેવાનું પસંદ કર્યું છે. માનવીનો સમય ક્યારે બદલાય છે તે કોઇ કહી શકતું નથી. રાજાને રંક અને રંકને રાજા બનતા વાર લાગતી નથી.

પિઝ્ઝા ડિલિવરીના કારણે જર્મન ભાષા શીખ્યો: આદત

પિઝ્ઝા ડિલિવરી અંગે સઆદતે કહ્યું કે, જર્મનીમાં શરૃઆતના દિવસોમાં મને કોઇ કામ મળી રહ્યું નહોંતું કારણ કે મને જર્મન ભાષા આવડતી નહોંતી. ત્યારે પિઝ્ઝા ડિલિવરીના કારણે મને જર્મન ભાષા શીખવામાં પણ મદદ મળી રહે છે. આ નોકરીના કારણે હું શહેરના અલગ અલગ ભાગોમાં ફ્રીને લોકોને મળી રહ્યો છું જેથી આગામી દિવસોમાં હું કોઇ બીજી સારી નોકરી મેળવી શકુ.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *