આ ઉપાય સટિક છે, ચોક્કસ સમયમાં જ દેવામાંથી આવી જશો બહાર

જીવનના સારા – માઠાં પ્રસંગો સહિત એવી અનેક ઘટનાઓ આવે છે જ્યારે તેને પહોંચી વળવા વ્યક્તિને લોન લેવી પડે છે કે પછી દેવું કરવું પડે છે. કેટલીક વાર વ્યક્તિ દેવાના ચક્કરમાં એવો તો ફસાઈ જાય છે કે પછી અનેક પ્રયાસો કરવા છતાં તેમાં વધું ને વધું ખૂંપતો જાય છે. બહાર આવવું મુશ્કેલ બને છે. આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં એક સટિક ઉપાય બતાવાયો છે જેનો અમલ કરવાથી દેવામાંથી બહાર આવી જવાય છે અને એટલું જ નહિં પણ આર્થિક રીતે સુખી પણ થવાય છે.

જ્યોતિષશાસ્ત્ર અને ગ્રંથો પ્રમાણે દરેક પ્રાણી કોઈને કોઈ દેવી-દેવતાઓનું વાહન છે. પ્રાણીની પૂજા અને તેને ભોજન કરાવવાનું પણ અનેરું મહત્વ છે. જેમ ગાયને રોટલી ખવડાવવાથી પુણ્ય થાય છે તેમ કીડીઓને ભોજન કરાવવું પણ શુભ ફળ આપે છે.

કીડી સંબંધિત અનેક વાતો તમે આજ સુધી સાંભળી હશે, જેમકે ઘરમાંથી કાળી કીડી નીકળે તો તેને શુકન માનવામાં આવે છે. લાલ કીડીની હાર ઘરમાં જતી જોવા મળે તો પણ દિવસ સારી રીતે પસાર થાય છે. જો લાલ કીડી રસોડાંમાં જોવા મળે તો તે અશુભ માનવામાં આવે છે.

જ્યારે દેવું થઈ ગયું હોય અને તેના ચક્કરમાંથી બહાર આવવા ઈચ્છતા હોય તો પક્ષીઓને ચણ નાંખો અને કીડીયારું રોજ પૂરો. લોટ અને ખાંડ મીક્ષ કરીને અને કીડીઓને ખવડાવવાથી લક્ષ્મી કૃપાની પ્રાપ્તિ થાય છે જેથી દેવું ઝડપથી પૂરું થઈ જાય છે. તેમાંથી બહાર આવી જવાય છે. આ કામ સવારે અને સાંજે કરવું અથવા અગિયારસ કે અન્ય શુભ તિથિઓ પર કરવાથી પણ લાભ થાય છે. જે વ્યક્તિ ગળાડૂબ કરજમાં ફસાયેલા હોય તેમણે નિયમિત રીતે કીડીઓને લોટ નાંખવો જોઈએ. થોડાં જ સમયમાં કરજમાંથી મુક્તિ મળી જાય છે. આ સિવાય ગાયને રોટલી ખવડાવવાથી ગૃહ ક્લેશ દૂર થાય છે. માછલીને ભોજન ખવડાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે. શારીરિક સુખ આપે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *