રહસ્યમયી ગામમાં ચોંકાવનારી ઘટના, અહીં માત્ર દીકરીઓ જ જન્મે છે, વૈજ્ઞાનિકો પણ સ્તબ્ધ

દુનિયાભરમાં કેટલીય એવી અજીબોગરીબ ઘટનાઓ બનતી રહે છે જેના અંગે તમારી પાસે બિલકુલ માહિતી હોતી નથી. કેટલીક વસ્તુઓ અંગે જાણ્યા બાદ તમે વિશ્વાસ કરી શકશો નહીં આખરે આ કેવી રીતે શકયા છે. જી હા આવી જ એક વાત અંગે આપને જણાવીશું. દુનિયામાં એક એવું ગામ છે જ્યાં છેલ્લાં 10 વર્ષથી એક પણ છોકરાનો જન્મ થયો નથી.

દુનિયામાં હાજર છે રહસ્યમી ગામ

ધ ન્યૂયોર્ક ટાઇમ્સના મતે પોલેન્ડના મિજેસ્કે ઔદ્રજેનસ્કી ગામમાં છેલ્લાં એક દાયકામાં એક પણ છોકરો જન્મયો નથી. તેના લીધે અહીં મેયરે એ જાહેરાત કરી કે જો કોઇના ઘરમાં દીકરો જન્મશે તો તેને ઇનામ અપાશે. આ ગામ અંગે જાણ્યા બાદ સાયન્ટિસ્ટ આ જગ્યાની તપાસ કરવા માંગ છે. એટલું જ નહીં જર્નાલિસ્ટ અને ટીવી જગતના લોકો આ ગામની અજીબોગરીબ વસતી અંગે જવાબ શોધી રહ્યા છે.

મીડિયા રિપોર્ટસનું માનીએ તો આ ગામમાં લગભગ 300 લોકોની વસતી છે. પોલિસ મીડિયામાં આ ગામના કિસ્સાએ ત્યારે તૂલ પકડયું જ્યારે ફાયરબ્રિગેડના યુથ વોલેન્ટિયર્સ માટે એક ક્ષેત્રીય હરિફાઇ દરમ્યાન આખેઆખી છોકરીઓની ટીમ પહોંચી.

મેયરે બતાવી કેટલીક રસપ્રદ વાતો

મેયર ક્રિસ્ટીના જિડજિયાકે કહ્યું કે આ ગામની સ્થિતિ થોડી અજીબોગરીબ અને હાથમાંથી નીકળી ગઇ છે. સીસેક કોમ્યુનિટીના મેયર રાજમુંદ ફ્રિસ્કોએ કહ્યું કે કેટલાંક વૈજ્ઞાનિકો એ કહ્યું કે કેટલાંક વૈજ્ઞાનિકો અહીં રિસર્ચ કરવા માટે તત્પર છે કે કેમ છોકરાઓનો જન્મ થયો નથી. એટલું જ નહીં દુનિયાભરના કેટલાંક એક્સપર્ટ ડૉકટર્સને બોલાવામાં આવી રહ્યા છે કે આ ગામમાં છોકરાઓના જન્મ માટે શું કરવું જોઇએ. આ કેસમાં રિસર્ચ હજુ પણ ચાલુ છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *