આ ધનતેરસે કરો ફક્ત 1 રૂપિયામાં સોનાની ખરીદી, જાણો ઓફર

ધનતેરસ કે દિવાળીના દિવસે ભારતીય લોકો સોનું ખરીદવાનું પસંદ કરે છે. આ દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. એવામાં તમે ગોલ્ડ ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે 1 રૂપિયામાં સોનું ખરીદી શકો છો. તમે ડિજિટલ ગોલ્ડનો ઓપ્શન પસંદ કરી શકો છો. આ માટે ગૂગલ પે, પેટીએમ, ફોન પે જેવા અનેક મોબાઈલ વોલેટ પ્લેટફોર્મ પર તમે 1 રૂપિયામાં ગોલ્ડ ખરીદી શકો છો.

ડિજિટલ ગોલ્ડમાં પ્યોરિટી કે સેફ્ટીની ચિંતા હોતી નથી

ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું ફિઝિકલ ગોલ્ડ કરતા અલગ છે. ફિઝિકલ ગોલ્ડમાં તમે જ્વેલર્સની દુકાનેથી સોનાના ઘરેણા કે બાર કે ક્વાન ખરીદીને ઉપયોગમાં લઈ શકો છો પણ અહીં એવું હોતુ નથી. અહીં ડિજિટલ ગોલ્ડને ફિઝિકલી ટચ કરી શકાતું નથી. તેમાં ગોલ્ડની પ્યોરિટી કે સેફ્ટીની ચિંતા નથી હોતી કેમકે અહીં ગોલ્ડ શુદ્ધ હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ગોલ્ડ ઈન્વેસ્ટમેન્ટને મોટા પાયે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે.

તમારા ફોનથી ખરીદી શકાય છે સોનું

ગૂગલ પેના પ્લેટફોર્મ પર ખરીદી કરવા માટે તમારે લોગિન બાદ સ્ક્રોલ કરીને નીચે ગોલ્ડ આઈકન પર ક્લિક કરવાનું રહે છે. આ પછી મેનેજ યોર મનીમાં બાય ગોલ્ડનું ઓપ્શન પસંદ કરવાનું રહે છે. અહીં તમે એક રૂપિયામાં ડિજિટલ ગોલ્ડ ખરીદી શકો છો. તેની પર 3 ટકા જીએસટી પણ આપવાનો રહે છે. આ પ્લેટફોર્મ પર જો 5 રૂપિયાનું ડિજિટલ ગોલ્ડ ખરીદો છો તો 0.9 Mg મળશે. ગોલ્ડને ખરીદવા સિવાય વેચવાનો, ડિલિવરી અને ગિફ્ટનો ઓપ્શન પણ મળશે. જ્યારે તમારે સોનું વેચવાનું છે તો Sale ના બટન પર ક્લિક કરવાનું રહેશે. ગિફ્ટના માટે ગિફ્ટનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

Paytm પર પણ ખરીદી શકાય છે સોનું

જો તમે તમારા Paytm ના ઓપ્શન પર જશો અને PaytmGoldના ઓપ્શન પર ક્લિક કરો. ફોન પેથી ગોલ્ડ ખરીદવા માટે Mymoney પર ક્લિક કરવાનું રહે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *