આ ચાર ગુણોથી થાય છે જાણ, વ્યક્તિ સ્વર્ગ ભોગવીને જન્મ્યો છે કે નર્ક ભોગવીને

આચાર્ય ચાણક્ય દ્વારા રચાયેલી ચાણક્યનીતિ એક એવો અદભૂત ગ્રંથ છે કે તેનો જોટો જડે તેમ નથી. તેમણે તેમાં માનવીના અનેક પાસાઓને રજૂ કર્યા છે. માનવીના ગુણો અને અવગુણોને રજૂ કર્યા છે. જો તમે એક વાર પણ ચાણક્યનીતિ વાંચી લો તો તમે એવા માનવ પારખું થઈ જાય કે પછી તમને કોઈની પાસેથી પણ કામ લેવું આસાન થઈ જાય. ચાણક્યે નીતિમાં લખ્યું છે કે આ 4 ગુણો પરથી જાણ થાય છે કે વ્યક્તિ જન્મ પૂર્વે સ્વર્ગ ભોગવીને આવ્યો છે કે નર્ક ભોગવીને…

ચાણક્યનું કહેવું છે કે તમારો સ્વભાવ એ વિશે પૂરી જાણકારી આપે છે કે તમારો ઉછેર કેવો થયો છે. મનુષ્યના સ્વભાવને લઈને ચાણક્યની અનેક નીતિઓમાં કહ્યું છે. આજે પણ આ નીતિઓ વાંચીને વાંચીને કહી શકાય છે કે ક્યારેય નકામી નહિં નિવડે.

ચાણક્યે એક શ્લોકમાં કહ્યું છે કે મનુષ્યનો સ્વભાવ આ ચાર ચીજોને જોઈને જણાવી શકાય છે કે સારો છે કે ખરાબ. જેનો સ્વભાવ સારો હશે તે વ્યક્તિ સ્વર્ગ ભોગવીને ધરતી પર આવી હશે. જેનો સ્વભાવ ખરાબ હશે તે નરક ભોગવીને ધરતી પર આવી હશે…. તો ચાલો જાણીએ આ વિશે….

સ્વર્ગવાસિ જન કે સદા ચાર ચિહ્ન લખિ યેહિ
દેવ વિપ્ર પૂજા મધુર, વાક્ય દાન કરિ દેહિ

આચાર્ય ચાણક્યે શ્લોકમાં કહ્યું છે કે જે વ્યક્તિ દાન કરે છે તે સારા સંસ્કારનો હોય છે. કારણ કે આ સંસારમાં દાનથી મોટો કોઈ ધર્મ નથી. સારા સંસ્કારનો વ્યક્તિ હમેંશા દાન કરે છે. સ્વર્ગ ભોગવીને તે ધરતી પર જન્મ લે છે. તેનામાં જ આવો ભાવ હોય છે.

ચાણક્ય આગળ કહે છે કે જે આજના સમયમાં જે વ્યક્તિ મધુર વાણી વાળી હોય તે પણ સ્વર્ગની આત્મા હોય છે. સારા વચનો બોલવાની પરવરિશ વિશે જાણી શકાય છે. તેનું કોઈ કાર્ય અટકતું નથી.

ચાણક્યે શ્લોકમાં દર્શાવ્યું છે કે જે વ્યક્તિ પોતાના ઈષ્ટ દેવોનું ધ્યાન અને જપ કરે છે તે પૂજનીય હોય છે. તેના ઘર અને પરિવારમાં તો શાંતિ બની રહે છે સાથે જ તેના મૂળ ગુણો વિશે પણ જાણકારી મળે છે. આવા વ્યક્તિ દેવતાઓ સમાન હોય છે.

શ્લોકના અંતમાં ચાણક્યે કહ્યું છે કે જે વ્યક્તિ ગરીબો અને જરૂરિયાતમંદોની મદદ કરે છે તેમને જમાડે છે. તે વ્યક્તિ મહાન હોય છે. સાથે જ એનાથી એના સારા સ્વભાવ અને સંસ્કારો વિશે જાણી શકાય છે. આવો વ્યક્તિ પણ સ્વર્ગ ભોગવીને ધરતી પર જન્મ લે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *