આ એક મંત્રજાપ દૂર કરશે જીવનના તમામ સંકટ, મહાવીર ઉતારી દેશે ભવપાર

હિન્દુ ધર્મમાં સૌથી વધારે જેમની પૂજા કરવામાં આવે છે તે મહાબલી હનુમાનજી છે. હનુમાનજીની પૂજા ખુબજ સરળ માનવામાં આવે છે કહેવાય છે કે બાલાજી હનુમાનને ભજવાથી જીવનના તમામ સંકટથી મુક્તિ મળે છે. માન્યતા છે કે જે પણ ખરા દિલથી હનુમાનજીની પૂજા કરે છે તેની જીવનની તમામ બાધાઓ મુશ્કેલીઓ દૂર થાય છે. બજરંગ બલીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય આજે આપણે જાણીએ.

હનુમાનજી ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે એક વાર શ્રીરામ નામનો જાપ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરે છે બજરંગ બાણ કરે છે તેના તમામ શત્રુઓ નાશ પામે છે. દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. હનુમાનજીને બુંદીના લાડૂ ખુબજ પ્રિય હોવાથી તેનો પ્રસાદ ચડાવવો જોઇએ. આંકડાના ફૂલોની માળા દર શનિવાર અને મંગળવારે ધરાવવાથી પ્રભુ તમામ કષ્ટ હરે છે.

તેલમાં અડદના સાત દાણા અને સિંદૂર દર શનિવાર, અમાસ અને મંગળવારે ચડાવવાથી ધન પ્રાપ્તિ થાય છે. હનુમાનજીને લાલ ગુલાબ ખુબ જ પ્રિય છે તેમને મીઠુ પાન અને ફૂલનો પ્રસાદ ચડાવવાથી બીમારી દૂર થાય છે. તમામ અટકેલા કામને કરવા માટે પ્રભુ કૃપા મેળવવા માટે કષ્ટભંજન દેવની આરાધના કરવી. અંજની પુત્ર જરૂર મનોકામના પૂર્ણ કરશે.

ગમે તેવુ સંકટ આવે જીવનમાં હનુમાનજીની સાધના કરી લેવાથી સંકટ ટળી જાય છે. જીવનની તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળી જાય છે.

‘ॐ હં હનુંમતે નમ: અતુલિત બલધામં હેમશૈલાભદેહં દનુજકુશાનુ જ્ઞાનિનામગ્રગણ્યમ|
સકલગુણનિધાનં વાનરાણામધીશં રઘુપતિપ્રયભક્તં વાતજાતં નમામિ ॥’

આ મંત્ર જાપ કરવાથી તમામ પાપોથી મુક્તિ મળે છે.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *