જ્યોતિષ અનુસાર કેટલીક એવી વાતો હોય છે જેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે. કહેવાય છે જ્યોતિષશાસ્ત્ર મુજબ વ્યક્તિના જીવનથી જોડાયેલી દરેક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય છે. એવામાં જ્યોતિષ અનુસાર હાથમાં ઘણી વખત વીંટી પહેરાવાની સલાહ આપવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિની પરેશાનીઓનો ઉકેલ લાવવા માટે રાશિ અનુસાર ધાતુની વીંટી ધારણ કરવામાં આવે છે. કેટલીક વખત ધાતુની વીંટી પહેરવાથી ઘણા લોકોને લાભ થાય છે. તો કેટલાક એવા લોકો પણ છે કે જે જ્યોતિષને પુછીને વિધિવિધાનથી ચાંદીની વીંટી ધારણ કરે છે. કારણકે તે લોકોને લાગે છે કે તેમના જીવનની દરેક સમસ્યાઓનો અંત આવશે.
એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ કે હિન્દુ ધર્મ શાસ્ત્રો મુજબ એવી ત્રણ રાશિ અંગે જે લોકોએ ભૂલથી પણ ચાંદીની વીંટી ધારણ ન કરવી જોઇએ. કારણકે તે લોકો માટે અશુભ હોય છે. કહેવાય છે કે ચાંદીની વીંટી તે લોકો માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે અને તેમની કિસ્મત ખરાબ થઇ જાય છે. આ ત્રણ રાશિઓની કિસ્મતમાં ચાંદીની વીંટી યોગ્ય માનવામાં આવતી નથી. મેષ રાશિ,ધન રાશિ, કન્યા રાશિના લોકોએ ચાંદીની વીંટી ન પહેરવી જોઇએ.
આ ત્રણ રાશિના લોકો માટે ચાંદીની વીંટી ધારણ કરવી ખૂબ અશુભ માનવામાં આવે છે. ચાંદીની વીંટીથી તેમના જીવનમાં અસફળતાનું કારણ બની જાય છે.