29 વર્ષનો સિલસિલો તૂટ્યો, પાકિસ્તાન સામે વર્લ્ડકપમાં પહેલી વખત હાર્યું ભારત

આખરે વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ભારત સામે હારનો સિલસિલો તૂટી ગયો. 1992ના 50 ઓવરના વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન પહેલી વખત સામ-સામે હતું. ત્યારથી લઇને રવિવારની મેચ પહેલાં સુધીની કુલ 12 વખત (7 વખત 50 ઓર વર્લ્ડ કપ અને પાંચ વખત 20 ઓવર વર્લ્ડ કપ)માં ભારતે પાકિસ્તાનને માત આપી હતી.

પરંતુ રવિવારના રોજ દુબઇમાં યોજાયેલી મેચમાં આ સિલસિલો તૂટ્યો. તેની સાથે જ વિરાટ કોહલી પાકિસ્તાનની સામે વર્લ્ડ કપમાં હારનાર પહેલાં ભારતીય કેપ્ટન બન્યા. પાકિસ્તાનની સામે જીત માટે 152નો ટાર્ગેટ હતો જે તેણે સરળતાથી પ્રાપ્ત કરી લીધો.

ICC T20 વર્લ્ડ કપની સુપર 12માં રવિવારના રોજ અહીં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. શાહિન શાહ અફરીદીએ કમાલની બોલિંગ કરતાં ભારતને શરૂઆતની ઓવરમાં જ ઝાટકો આપ્યો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીની હાફ સેન્ચુરીની મદદથી 151 રનનો સ્કોર બનાવ્યો. જો કે પાકિસ્તાને કેપ્ટન બાબર અને મોહમ્મદ રિઝવાનની ભાગીદારીની મદદથી ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો.

આની પહેલાં ભારતની ખરાબ શરૂઆત રહી અને પાકિસ્તાનને 152 રનનો લક્ષ્યાંક આપ્યો. આ દરમ્યાન ભારતના ટોપ ઓર્ડર બોલિંગ ફ્લોપ સાબિત થયો તો વિરાટ કોહલીએ સૌથી વધુ રન કર્યા. કોહલી 49 બોલ પર 57 રનની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમ્યો.

બીજીબાજુ પાકિસ્તાને ભારતની વિરૂદ્ધ સારી બોલિંગ કરી અને ભારતના ટોપ ઓર્ડર બેટસમેને ધડાધડ આઉટ કરી દીધા. આથી ભારત એક સારા સ્કોરની તરફ વધી શકયું નહીં. પાકિસ્તાનની તરફથી શાહીન અફરીદી એ શાનદાર બોલિંગ કરતાં 3 વિકેટ લઇ 31 રન આપ્યા.

Advertisements

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *